Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અમરેલી પંથકમાં સિંહબાળ સાથે ૧૨ સિંહોનું ટોળુ રસ્‍તા વચ્‍ચે બેસી ગયુઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

 અમરેલી: અમરેલીમાં ફરી એક વખત સિંહોનું ટોળું જોવા મળ્યું છે. એક-બે કે ચાર-પાંચ નહીં પરંતુ 12 જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું પોતાની મોજમાં રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું. જેમાં મોટાભાગના સિહ બાળ હતા અને સાથે સિંહણ પણ જોવા મળી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, વહેલી સવારે 12 જેટલા આ સિહોનું ટોળું રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું અને મસ્તી કરી રહ્યું હતું. ત્યારે સવારના તે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આ દ્રશ્યો જોતા જ રોમાંચિત થઇ ગયા હતા. અને સિંહોની મસ્તીને મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી. ક્યારેક એક સાથે જોવા મળતા સિંહોના આ દ્રશ્યો ધારીના આંબરડી નજીકના છે.

આ ઉપરાંત ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે રોડ ઉપર ડાલ્લા માથાને બે સિંહોની રોડ ઉપરની લટારનો વિડીયો વાઇરલ થયેલ છે. ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ કારમાં બેસીને પસાર થતાં મુસાફરે તેના મોબાઇલમાં આ નજારો કેદ કર્યો અને એ વિડિયો વાયરલ થયો છે.

(4:37 pm IST)
  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેઁશવાડી ગામે ઘટના : સેન્ટરીંગ અને મિક્સર મશીનનો સામાન ભરીને જતી વખતે અને શ્રમજીવીઓ ને લઈ જતો ટેમ્પો પલ્ટી માર્યો :એક શ્રમજીવી મહીલા ઘટના સ્થળે નું મોત નિપજયું : અન્ય 6 મજૂરો ઘાયલ : 4 મજૂરો ને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા: 2 મજૂરો ને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહયા છે access_time 2:10 pm IST

  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST