Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપના ભારતીબેન શિયાળ, મહેન્દ્ર પનોત, હીરાભાઇ સોલંકી, કિશોર ભટ્ટના નામની ચર્ચા

વિધાનસભા બેઠક વાઇઝ આગેવાનો દ્વારા નિરીક્ષકો સમક્ષ રજુઆત

ભાવનગર તા.૧૬: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકિય પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર માટે સિંહોર ખાતે ભાજપના નિરીક્ષકોએ આગેવાનો અને કાર્યકરોની રજુઆત સાંભળી હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠક માટે નિમવામાં આવેલ નિરીક્ષકો મુળુભાઇબેરા, મહેશભાઇ કસવાલા, અનેભાનુબેન બાબરીયા, સિંહોરની જ્ઞાનગંગા સંકુલ ખાતે ઉપસ્થિત રહયાં હતા.

પ્રદેશ નિરીક્ષકોએ ભાવનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી સાત  વિધાનસભા બેઠક વાઇઝ આગેવાનો અને કાર્યકરોની રજુઆત સાંભળી હતી.

આ અંગે મહેશભાઇ કસવાલા તથા મહેન્દ્રસિંહ સરવૈયાએ માહિતી આપી હતી.

ઉમેદવાર પસંદગી માટે ભાવનગર શહેર અને જિલ્લામાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયાં હતા. બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદનો સમાવેશ પણ ભાવનગર બેઠકમાં થતો હોય, આ બન્ને તાલુકાના આગેવાનોએ પણ નિરીક્ષકોને રજુઆત કરી હતી.

પ્રદેશ ભાજપના ત્રણેય નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવા ઇચ્છતા આગેવાનો અને તેના ટેકેદારોએ રજુઆતો કરી હતી. જે દાવેદારી થઇ છે તેમાં મુખ્યત્વે વર્તમાન સાંસદ ડો. ભારતીબેન શિાયળ ઉપરાંત ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ( સર્વોતમ ડેરી)નાં ચેરમેન અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રભાઇ પનોત તેમજ પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોતમભાઇ સોલંકીનાં ભાઇ હીરાભાઇ સોલંકી મુખ્ય છે. ઉપરાંત કિશોરભાઇ ભટ્ટ (વંદેમાતરમ) સહિત અને આગેવાનો એ ભાવગર લોકસભા બેઠક લડવા કાર્યકરો દ્વારા રજુઆતો કરી હતી.

(11:45 am IST)