Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

લોકસભાની સામાન્ય ચૂંટણી – અંતર્ગત

અમરેલી જિલ્લામાંથી ૭૫૦થી વધુ બેનર્સ-પોસ્ટર્સ-હોર્ડિંગ્સ દૂર કરાયા

અમરેલી, તા.૧૬: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ની જાહેરાત બાદ લાગુ પડેલી આદર્શ આચારસંહિતાનાં ભાગરૂપે અમરેલી જિલ્લામાંથી ૭૬૩ જેટલાં બેનર્સ, હોર્ડિગ્સ, પોસ્ટર્સ, દિવાલ પરનાં લખાણો અને ધજા-પતાકાને દૂર કરવામાં આવ્યા છે.

સમગ્ર જિલ્લામાં આવેલી જાહેર અને ખાનગી ઈમારતો પરથી ૧૨૩ દિવાલ પરનાં લખાણો, ૩૦૨ પોસ્ટર્સ, ૨૦૧ બેનર્સ અને ૧૩૭ અન્ય એમ કુલ મળીને ૭૬૩ જેટલી પ્રચાર સામગ્રીને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. આદર્શ આચાર સંહિતાનાં અમલ માટે અમરેલીમાં રાઉન્ડ ધ કલોક – ૨૪*૭ નાં ધોરણે કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૮૭૨ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, C-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદો તાત્કાલિક ધોરણે દૂર કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(11:42 am IST)