Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જૂનાગઢમાં જીએસટીની નકલી નોટીસ મોકલી દોઢ લાખ પડાવવા જતા ઝડપાયેલ રાજકોટનો પરેશ ઉર્ફે પાર્થ મહેતા ૧ દિ'ના રિમાન્‍ડ પર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: જૂનાગઢમાં જીએસટીની નકલી નોટીસ મોકલી દોઢ લાખ પડાવવા જતા ઝડપાયેલ રાજકોટનો પરેશ ઉર્ફે પાર્થ મહેતાને કોર્ટમાં રજુ કરતા ૧ દિવસના રિમાન્‍ડ મજુર કરતા પોલીસે ૧ દિવસ રિમાન્‍ડ પર લઇ રાજકોટ ખાતે આરોપીના ઘરે બેન્‍ક એકાઉન્‍ટની તપાસ હાથ ધરી હોવાનું ડીવાયએસપી શ્રી પીજી જાડેજાએ જણાવ્‍યું હતું.

દોલતપરા વિસ્‍તારમાં વનરાજ બેસન મિલ ધરાવતા ફરિયાદી દિલીપભાઈ મોહનભાઇ મેઘપરા પટેલના મોબાઈલ ફોન ઉપર અજાણ્‍યા મોબાઈલ ફોન ઉપરથી GSTવિભાગના અમદાવાદના GST કમિશ્નરની સહીથી નોટિસ આવેલ હતી. જેથી, આ મોબાઈલ નંબર ઉપર ફેકટરી માલિક વેપારી દિલીપભાઈ પટેલ દ્વારા વાત કરતા, GSTઅધિકારી તરીકે ઓળખ આપી, GST નું ચેકીંગ કાલે આવશે, નોટિસ રદ કરાવવી હોય તો, રૂ. ૨,૦૦,૦૦૦/- વહેવાર કરવો પડશે, તેવું જણાવી, બેન્‍ક એકાઉન્‍ટ નમ્‍બર આપવામાં આવેલ હતા. વેપારી દિલીપભાઈ પટેલ દ્વારા વિનંતી કરતા બાર્ગેનીંગ કરી, દોઢ લાખમાં નક્કી કરેલ હતું. વેપારી દ્વારા કદાચ બેંકમાં મેળ ના પડે તો રોકડા રૂપિયા આપી દવ, ક્‍યાં પહોંચાડવાના..? તેવું પૂછતાં, રાજકોટ પહોંચાડવા જણાવેલ હતું. વેપારી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, તાત્‍કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવેલ હતી.

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા GSTઅધિકારી તરીકે ઓળખાણ આપી, વેપારી પાસેથી રૂપિયા પડાવવાની બાબતને ગંભીરતાથી લઈને, આ ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીને તાત્‍કાલિક ટ્રેપ કરીને પકડી પાડવા જૂનાગઢ પોલીસ ટીમને સૂચના કરવામાં આવેલ હતી....ં

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરીએ પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્‍ટાફના હે.કો. વિક્રમભાઈ, અનકભાઈ, સહિતની એક ટીમને તાત્‍કાલિક રાજકોટ રવાના કરી હતી અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્‍ચના પીએસઆઇ પી.એમ.ધાખડા, હે.કો.અમિતભાઇ, મયુરભાઈ, સહિતની ટીમની મદદ આધારે વેપારી પોતાના સંબંધીની દુકાન યાજ્ઞિક રોડ ઉપર આવેલ હોઈ, ત્‍યાંથી મોબાઈલ ફોન ઉપર વાત કરાવી, રૂપિયા લેવા બોલાવી, છટકું ગોઠવી, ક્રાઈમ બ્રાન્‍ચ તથા જૂનાગઢ પોલીસ ટીમ યાજ્ઞિક રોડ ઉપર ગોઠવાઈ જતા, ર્ંઆરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા જાતે જૈન વાણિયા ઉવ. ૪૨ રહે. મયુર પાર્ક, ધર્મરાજ એપાર્ટમેન્‍ટ, ભક્‍તિનગર સર્કલ પાસે, રાજકોર્ટં, દોઢ લાખ રૂપિયા લેવા આવતા, પકડાઈ ગયો હતો. જેને જૂનાગઢ પોલીસ દ્વારા રાઉન્‍ડ અપ કરી, જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતો.

પૂછપરછ હાથ ધરવામાં આવતા, પોતાને બીમારી હોઈ, પોતાના માતા પિતા ઉમર લાયક હોઈ, બાળકોના અભ્‍યાસ માટે રૂપિયાની જરૂરિયાત હોઈ, પોતે ઓન લાઇન ઞ્‍લ્‍વ્‍ નમ્‍બર મેળવી, ઓનલાઈન જ નોટિસ તૈયાર કરી, મોબાઈલ મારફતે વોટ્‍સએપ કરી, વેપારી સાથે રૂપિયા બાબતે વાતચીત કરી, માંગણી કરેલાની કબૂલાત કરેલ હતી.

જૂનાગઢ પોલીસ દ્વારા આરોપી પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા જાતે જૈન વાણિયાએ વાપરેલા મોબાઈલ નંબર તથા વેપારીને આપવામાં આવેલ બેન્‍ક એકાઉન્‍ટ નમ્‍બર આધારે, આરોપી દ્વારા કેટલા વેપારીઓ સાથે આ રીતે ગુન્‍હો આચારી, રૂપિયા ઉદ્યરાવેલા છે, તે બાબતે ઝીણવટ ભરી તપાસએ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્‍ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:32 pm IST)
  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • 23 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે access_time 7:14 pm IST

  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:08 am IST