Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જામનગરમાં ઘરમાં રાત્રિના ઘૂસી મહિલાને માર મારી ધમકી આપી

ખીજડિયા બાયપાસ પાસે કારમાંથી બે લાખનો દારૂ પકડાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ : સીટી એ- ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અફસાનાબેન ઈમ્‍તીયાઝ ઓસમાણભાઈ રફાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, નદીપા, નાગનાથ ગેઈટ, સંઝરી એપાર્ટમેન્‍ટ માં રહેતા ફરીયાદી અફસાનાબેન પોતાના ઘરે રાત્રે સુતેલ હોય  ત્‍યારે આરોપી બેનઝરી ઓસમાણ રફાઈ, મારમારી ગાળો આપી તથા સાહેદ ઓસમાણભાઈને પણ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

વખારમાં ચોરી

સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભાવેશભાઈ શાંતિલાલ દોશી એ ફરીયાદ નોંધાવી છે કે, નિર્મળનગર શેરી નં.૧ માં નીમેશ્‍વર મહાદેવના મંદિરની બાજુમાં જામનગરમાં ભાડાની  વખારના દરવાજાના આગરીયો નકુચેથી તોડી વખારમાં અંદર પ્રવેશ કરી રોકડા રૂા.૧પ,૦૦૦ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

પંચ-એ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. ભરતભાઈ નાનજીભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, ખીજડીયા બાયપાસ આગળ સમરસ હોસ્‍ટેલ પાસે હાઈવે રોડ પર આરોપી આઈ. ટેવન્‍ટી જેના રજી.નં. જી.જે.-૧ર-ડી.એમ.-૯૭૭૬ નો કાર ચાલક દારૂની કંપની શીલબંધ બોટલ નંગ-૩૯૩, જેની કિંમત રૂા.૧,૯૬,પ૦૦ તથા મોટરકાર આઈ ટવેન્‍ટી કિંમત રૂા.૪,૦૦,૦૦૦માં હેરાફેરી કરતા રેઈડ દરમ્‍યાન નાશી જઈ ગુનો કરેલ છે.

દારૂની ૩૦ બોટલ સાથે ઝડપાયો

સીટી સી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવીભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, જી.ઈ.બી.ના ગેઈટ પાસે, આરોપી કિશોરસિંહ ચંદુભા જાડેજા, પોતાના એકટીવા મોટર સાયકલ જેના રજી.નં. જી.જે.-૧ર-સી.બી.-૭૩૮૧, જેની કિંમત રૂા.ર૦,૦૦૦માં દારૂની બોટલ નંગ -૩૦, કિંમત રૂા.૧પ,૦૦૦ની રાખી કુલ રૂા.૩પ,૦૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:06 pm IST)
  • વેક્સિન અંગે કોઇ અફવા માનશો નહીં, સંપૂર્ણ સલામત છે: તબક્કાવાર સૌને મળશે: વિજયભાઈ રૂપાણી : ગુજરાતમાં વેક્સિનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું, વેક્સિનને લઇને કોઇ જ અફવામાં આવવું નહીં, તબક્કાવાર તમામને મળશે, વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે access_time 1:47 pm IST

  • પોરબંદરના અદ્યતન એરપોર્ટના રન-વેની લંબાઇ વધારાશેઃ સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા પત્રકાર પરિષદમાં જાહેરાત access_time 12:57 pm IST

  • દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇન્કાર : રેસિડન્ટ ડોક્ટરોએ મેડિકલ સુપ્રિટેડન્ટને પત્ર લખ્યો : ભારત બાયોટેકની કોવેક્સિનને બદલે કોવીશીલ્ડ આપવા માંગણી કરી : કોવેક્સિનની ટ્રાયલ અધૂરી હોવાનું મંતવ્ય access_time 1:52 pm IST