Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરિયાએ રામ મંદિર માટે ૨૧ લાખનું યોગદાન આપ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયાએ રામ મંદિર નિર્માણમાં ૨૧ લાખનું અનુદાન આપ્યું હોય જે બદલ સાંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અયોધ્યામાં બનનાર ભવ્ય અને દિવ્ય રામ મંદિર માટે સૌ કોઈ યથાશકિત યોગદાન આપી રહ્યા છે ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરિયાએ ૨૧ લાખનું અનુદાન આપી મંદિર નિર્માણમાં સહયોગ આપ્યો હોય વ્યકિતગત સૌથી મોટું અનુદાન આપીને યુવાનોને પ્રેરણા પૂરી પાડી છે અજયભાઈ લોરિયા કોરોના મહામારીના સમયમાં રાશનકીટ, માસ્ક અને સેનેટાઈઝર વિતરણ જેવા કાર્યો કર્યા છે તો સેવાકાર્યમાં સહયોગ આપનાર ટીમને બાઈકની ભેટ આપી ખુશ કર્યા હતા.

તેમજ દેશમાં આતંકી હુમલા બાદ શહીદ પરિવારોના ઘરે રૃબરૃ જઈને લાખો રૃપિયાની આર્થિક મદદ હાથોહાથ પહોંચાડી હતી. વાઘપર ગામના પનોતા પુત્ર યુવા ઉદ્યોગપતિ અજયભાઈ પોપટભાઈ લોરીયાએ અયોધ્યા મંદિર નિર્માણ અર્થે એકવીસ લાખનું અનેરૃ અનુદાન અર્પણ કરી યોગદાન આપવા બદલ રાધે પાર્ટી પ્લોટ ખાતે ભાજપ અગ્રણીઓની હાજરીમાં કચ્છ વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા અને જયંતીભાઈ કવાડિયા સહિતના હોદેદારોએ અજયભાઈ લોરીયાને જય શ્રીરામના અને ભારત માતા કી જયના જય ઘોષ સાથે સન્માન કરાયું હતું.

(12:08 pm IST)