Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગીરના જંગલ વિસ્તારમાં દીપડી અને સિંહ બાળનો મૃતદેહ મળ્યો :વન વિભાગમાં દોડધામ

જસાધાર રેન્જમાંથી સિંહ બાળ જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળ્યો

ગીર સોમનાથ : જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત નિપજ્યું છે. જો કે બંન્ને પ્રાણીઓનાં મોત ઇનફાઇટના કારણે થયું હોવાનું ફોરેસ્ટ વિભાગ માની રહ્યું છે. હાલ બંન્ને મૃતદેહોને પીએમ અર્થે જુદા જુદા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

 

બંન્ને ઘટનાઓની વિગતે મળતી માહિતી અનુસાર જિલ્લાના જંગલ વિસ્તારમાં ગીર પૂર્વની ખિલાવડ રેવન્યુ વિસ્તારની જસાધાર ખાતે આવેલી રેન્જના ટિકરિયા બીટમાંથી ગઇકાલે સિંહ બાળનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેના કારણે વન વિભાગના અધિકારીઓને માહિતી મળતા તેઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમાં સિંહબાળના મૃતદેહ પર દાંતની ઇજાઓના નિશાન મળ્યાં હતા. આ ઉપરાંત ઘટના સ્થળેથી સિંહના પ્લાગમાર્ક પણ મળી આવ્યા હતા. જેથી સિંહબાળનું ઇનફાઇટમાં મોત નિપજ્યું હોવાનું પોલીસ માની રહી છે.

સિંહબાળ 3-4 વર્ષનું હોવાનું જણાઇ રહ્યું છે. હાલ સિંહ બાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ સ્પષ્ટ થશે. બીજી ઘટના ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જના ભાણીયા બીટમાં ભૂતડા દાદા વિસ્તારમાંથી દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા વન વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઇને તપાસ આદરી છે. દીપડીના મૃતદેહ પર ઇજા અને ઘટના સ્થળે સિંહના પ્લાગમાર્ક મળી આવ્યા હોવાથી સિંહ સાથેની ઇનફાઇટમાં દીપડીનું 9-12 વર્ષથી હોવાનું જાણવા મળ્યું છે. દીપડીના મૃતદેહ નજીકના ખાંભા એનિમલ કેર સેન્ટરમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જેનો અહેવાલ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ સ્પષ્ટ થશે.

(12:59 am IST)
  • અમેરીકાના નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણનું આમંત્રણ કાર્ડ access_time 3:51 pm IST

  • ૧૦૦ પૂર્વ સનદી અધિકારીઓના ગ્રુપે પીએમ કેર્સ ફંડની ટ્રાન્સપરન્સી સામે આંગળી ચીંધી દેશના સો જેટલા પૂર્વ આઇએએસ ઓફિસરોના ગ્રુપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવી પીએમ કેર્સ ફંડની પારદર્શિતા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે access_time 7:39 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST