Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રવિપાક માટે પોતાના વિસ્તારના ખેડૂતો માટે ધારાસભ્ય કાંધલ જાડેજા સિંચાઈ વિભાગમાં જાતે પૈસા ભરે છે: ચૂંટાયા બાદ પ્રતિવર્ષ સિલસિલો જાળવી રાખ્યો

ધોરાજી:પોરબંદર તાલુકાના રાણાવાવ કુતિયાણામાં દર વર્ષે રવિ સીઝનમાં ખેડૂતોને પિયત માટે ખાસ મુશ્કેલી અનુભવે છે ત્યારે કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આ આ ખેડૂતોને ભાદર 2 ડેમમાંથી પિયતના પાણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, ધારાસભ્ય કાંધલ દ્વારા ચૂંટણી સમયે ખેડૂતોને પિયત માટે જે ખર્ચો થયા તે આપવા માટે કહેલ હતું, અને ચૂંટાયા પછી ધારાસભ્ય દ્વારા દર વર્ષે કુતિયાણા રાણાવાવ વિસ્તારમાં પિયતના પાણી માટે જે વ્યવસ્થા કરવાની હોય અને તેના માટે જે સરકારમાં પૈસા ભરવાના હોય તે ધારાસભ્ય કાંધલ જાડેજા દવારા ભરવામાં આવે છે,

  આ વર્ષે પણ કાંધલ જાડેજા દ્વારા ધોરાજી માં આવેલ ભાદર 2 ડેમ ની સિંચાઈ ની ઓફિસે તેના ખાસ અંગત વ્યક્તિ ઓ દ્વારા આવી ને કુતિયાણા રાણાવાવ વિસ્તાર ના ખેડૂતો ને આપવા માં થતા પિયત ના પાણી માટે જે સરકાર ને પૈસા ચૂકવા ના હોય તે ભરવા માં આવ્યા હતા, 4 લાખ અને 20 હાજર જેટલા રૂપિયા ધારાસભ્ય એ પોતના સ્વ ખર્ચે ભરેલ હતા, ભાદર 2 ડેમ માંથી આગામી રવિ સીઝન માટે પાણી છોડવા માં આવનાર છે, ભાદર 2 ડેમ માંથી પાણી છોડતા ભાદર નદી ના કાંઠા વિસ્તાર ના કુતિયાણા, રાણાવાવ, સહિતના ખેડૂતો ને લાભ થશે અને અંદાજિત 150 ગામો ની 15000 વીઘા ખેતી ની જમીન ને આ પાણી નો લાભ, જેન લઇ ને ખેડૂતો ને રવિ સીઝન ઉપરાંત પણ ખેતી ના પાકો માં લાભ મળશે જેમાં ચણા , તાલ, મગફળી, ઘઉં જેવા પાકો ને ભરપૂર ફાયદો થશે

(6:22 pm IST)