Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

શ્રીવિઠ્ઠલભાઈ રાદડીયા ચેરીટ્રેબલ ટ્રસ્ટ”ના સંપુર્ણ સહયોગથી જામકંડોરણા શહેર હવે સી.સી.ટી.વી.કેમેરાથી સુસજ્જ બનશે:જયેશભાઇ રાદડિયા

 ધોરાજી:જામકંડોરણા શહેર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સમગ્ર શહેરને આવરી લઈને ગુન્હાખોરી નાથવાના ભાગરુપે સમગ્ર શહેરમા સીસીટીવી કેમેરા લગાવવાનુ આયોજન યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાના સક્રિય પ્રયાસોથી અને શ્રીવિઠ્ઠલભાઈ રાદડીયા ચેરીટ્રેબલ ટ્રસ્ટના સંપુર્ણ સહયોગથી કરવામા આવેલ છે,
આ પ્રોજેક્ટ માટે થનાર કુલ ખર્ચ રૂ.૧૫ લાખનો સંપુર્ણ સહયોગ “શ્રીવિઠલભાઈ રાદડીયા ચેરી. ટ્રસ્ટ” દ્વારા કરવામા આવેલ છે,સી.સી.ટી.વી.કેમેરા લગાવીને ટુંક સમયમા આ યોજના કાર્યરત કરવામા આવનાર છે.

(6:21 pm IST)