Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પોરબંદરમાં જાહેરમાં ચા પીનાર વ્‍યકિતને રૂા.1 હજારનો દંડ ફટકારાયો

પોરબંદર: રાજ્ય અને દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. કોરોના મહામારીને રોકવા માટે પોલીસ દ્વારા અવાર નવાર માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોરબંદરમાં કિર્તી મંદિર પોલીસે ચા પી રહેલા વ્યક્તિને માસ્ક ના પહેરવાનો 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પોરબંદર કલેક્ટર ડૉ. રવી મોહન સૈની દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમાં ખાદ્ય અને ચીજ-વસ્તુઓ પાર્સલ સુવિધામાં જ રાખવાનું ફરમાન કર્યુ છે. પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ એચએલ આહિર તેમજ કીર્તિ મંદિર પોલીસનાસ્ટાફના માણસોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. આ દરમિયાન ડ્રીમલેન્ડ સીનેમાં લાબેલા ટી હાઉસ પાસે એક વ્યક્તિ જાહેરમાં ચા પીતો મળી આવતા તેને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માસ્ક પહેરવા સૂચના આપી હતી.

પોલીસે ચા પી રહેલા વ્યક્તિને ચા પાર્સલ ના લઇ જઇ જાહેરમાં ચા પીતો મળી આવતા 1000 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. જેને કારણે વ્યક્તિને 5 રૂપિયાની ચા 1000 રૂપિયામાં પડી હતી.

(5:36 pm IST)