Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૪ ઝડપાયાઃ ૪ ફરાર

ગોંડલ તા. ૧પઃ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચનાથી પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. પો. ઇન્સ. શ્રી એ. આર. ગોહિલની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતીનાઓને મળેલ હકિકત આધારે ગોંડલ, વાછરા રોડ, વી. કે. નગર ઉપર આવેલ કિશન જયંતીભાઇ ચૌહાણના મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા ઇસમોને કુલ મુદામાલ રૂ. ૦૧,ર૧,૧૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

પોલીસે જાફરભાઇ ઉર્ફે અકરમ ઇકબાલભાઇ કીડીયા જાતે મેમણ ઉ.વ. ૩૩ ધંધો વેપાર રહે. રાજકોટ જામનગર રોઠ સાંઠીયા પુલ હુડકો કવાટર્સ શેરી નં.-૩ કવા. નં.-૬૬, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર જાતે દરબાર ઉ.વ. પ૦ ધંધો-મજુરી રહે. મોરબી સનાળા રોડ હાઉસીંગ બોર્ડ ત્રણ માળીયા કવાટર્સ કવા. નં. ૧૩ર, ધર્મેન્દ્રભાઇ મનસુખલાલ અઘાડા જાતે સુથાર ઉ.વ. ૪ર ધંધો રી.ડ્રા. રહે. જામનગર મંગલધામ સોસાયટી રણજીતસાગર રોડ શેરી નં. ર અને પરષોતમભાઇ બચુભાઇ ધવલ જાતે મહેશ્વરી ઉ.વ. પ૦ ધંધો મંડ ડેકોરેશન રહે. અમદાવાદ ઓઢવ શીંગળવા વડવાળી ચાલી ચામુંડા સોસાયટીની બાજુમાંને ઝડપી લીધેલ છે.

જયારે કિશન જયંતીભાઇ ચૌહાણ રહે-ગોંડલ, વાછરા રોડ, વી. કે. નગર, હુશેન ઉર્ફે ગંભો જુમાભાઇ આદમાણી રહે-ગોંડલ, ભગવતપરા શેરી નં. ૧ર/૩૩ તથા બે અજાણ્યા ઇસમો નાસી છુટયા હતા. પોલીસે (૧) રોકડા રૂ. ૯૯,૭૦૦/- (ર) ઘોડી પાસા નંગ-ર કિ. રૂ.૦૦/- (૩) ૪ મોબાઇલ ફોન કિ. રૂ. ર,૦૦૦/- (૪) એક મો.સા. કિ. રૂ. ર૦,૦૦૦/- કુલ કિ. રૂ. ૧,ર૧,૭૦૦/- નો મુદામાલ જપ્ત કરેલ છે.આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. આર. ગોહિલ, પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો. કોન્સ. સાહિલભાઇ ખોખર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(3:32 pm IST)