Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કચ્છનું હાઇબ્રીડ પુનઃ પ્રાપ્ય ઉર્જા પાર્કઃ કલીન અને ગ્રીન ઉર્જાના સ્વર્ણિમ ભવિષ્યની દિશામાં ગુજરાતનું મહત્વપૂર્ણ પગલુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧પ : કચ્છમાં આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાીણની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોનું ખાતમુર્હુત કરાયું છે.

ખાવડા-કચ્છ ખાતે બનનારૂ હાઇબ્રીડ પુનઃ પ્રાપ્ય ઉર્જા પાર્ક કલીન અને ગ્રીન ઉર્જાના સ્વર્ણિમ ભવિષ્યની દિશામાં ગુજરાતનું એક મહત્વપૂર્ણ પગલું ભારત-પાકિસ્તાનની અંતરરાષ્ટ્રીય સીમા પાસે ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડામાં બનવા જઇ રહ્યું છે દુનિયાનું સૌથી મોટુ અને અનોખુ ૩૦ GW નું હાઇબ્રીડ પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક ૭ર.૬૦૦ હેકટરમાં ફેલાયેલા આ ઉર્જા પાર્કમાં પવન, સૌર અને ઉર્જા સંગ્રહ માટે એક સમર્પિત હાઇબ્રીડ પાર્ક ક્ષેત્ર હશે અને સાથે વિન્ડ પાર્ક એકટીવીટીઝ માટે પણ એક વિશેષ ક્ષેત્ર હશે. આ પાર્ક વીજળી ઉત્પન્ન કરવાના કુલ ખર્ચને ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવશે અને સાથે જ તેના કારણે રોજગારીનું સર્જન થશે અને ઉચ્ચ કક્ષાના ટ્રાન્સમીશન કોરીડોર પણ સ્થાપિત થઇ શકશે. આ પાર્ક પોતાના પ્રકારનું પહેલું રીન્યુએબલ એનર્જી પાર્ક હશે જયાં વિભિન્ન પ્રકારના પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને વિશેષ ક્ષેત્ર પ્રદાન કરવામાં આવશે. જયાં વિશેષ રૂપથી પવન, સૌર અને ઉર્જા સંગ્રહ સાથે વિન્ડ પાર્ક એકટીવીટીઝ એક જ સ્થળ પણ ઉપલબ્ધ હશે.

ભારત દ્વારા ર૦૩૦ સુધીમાં GW પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં આ હાઇબ્રીડ RE પાર્ક એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આશરે ૪૯.૬૦૦ હેકટરમાં ફેલાયેલા આ હાઇબ્રીડ RE પાર્કમાં મલ્ટી ટેકનોલોજી પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જેમ કે પવન સૌર અને ઉર્જા સંગ્રહ વગેરે ફેલાયેલા છે જે ર૪,૮૦૦ WM ક્ષમતા ધરાવે છે. અહિયા ર૩,૦૦૦ હેકટરના ૧-૬ કિલોમીટરની સીમામાં એક વિશિષ્ટ વિન્ડ પાર્ક ઝોનમાં આશરે ૩૦૦૦ MW નો વિન્ડ પ્રોજેકટ્સ લગભગ ર૦ કિ.મી. *૪૦ કિ.મી.ક્ષેત્રમાં ફેલાયેલો છે.

આ હાઇબ્રીડ RE પાર્કનો મુખ્ય ઉદશ્ય ઉજજડ પડેલી સરકારી જમીન પર RE સમુદ્ર પોકેટનું નિર્માણ કરીને મોટા પાયે EP પ્રોજેકટના રૂપમાં વિકસિત કરવા RE પાકોંમા હાઇબ્રીડ ક્ષમતાના કારણે ટ્રાન્સમિશન નેટવર્કનો પ્રભાવશાળી પ્રયોગ ય્ચ્ સ્ત્રોતો પર પરિવર્તનશીલતાને ઓછી કરેને તથા એકજ જગ્યા પર પુનઃપ્રાપ્ય ઉર્જાના એકથી વધુ સ્ત્રોતોને હાઇબ્રીડ કરવાનો છે.

આ હાઇબ્રીડ RE પાર્કની સ્થાપના કરીને ગુજરાત સરકારે ફરી એક વાર રાજયમાં પુનઃપ્રાપ્ય ઉર્જા વિકાસ પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવ્યું છે. આ પહેલા ર૦૧૯માં રાજય એ બેકાર પડેલી સરકારી જમીનની ફાળવણીની યોજના અમલમાં મૂકી હતી. જેણે મોટા પાયે પવન, સૌર, પવન-સૌર હાઇબ્રીડ પાર્ક તરીકે વિકસિત કરવાની હતી.

એવું માનવામાં આવી રહ્યું છે. કે ઉપરોકત પાર્કથી ખાલી ગુજરાત રાજય જ નહી પરંતુ બીજા રાજયોને પણ મહત્વપૂર્ણ સામાજિક-આર્થિક લાભ થશે...જેમ કે જેનો બીજો કોઇ ઉપયોગ ન હોય એવી ઉજજડ જમીનનો RE પાર્ક તરીકે પૂરી રીતે ઉપયોગ, વીજળી ઉત્પાદનના કુલ ખર્ચ ઓછો કરવો, રોજગારીનું સર્જન, ટ્રાન્સમીશનની મુળભુત માળખાકીય સુવિધા અને ઉછ ક્ષમતા વાળા ટન્સમીશન કોરીડોર દ્વારા જમીનનો મહત્તમ ઉપયોગ.

માંડવી, કચ્છ ખાતે બનનાર ડીસેલીનેશન પ્લાન્ટ

પોતાના વિશાળ દરિયા કિનારાનો ઉપયોગ કરીને ગુજરાતે કચ્છના માંડવી ખાતે ૧૦૦ એમ.એલ.ડી.ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણીમાં બદલવાની દિશામાં મહર્ત્વપૂર્ણ પગલું ભર્યું છે જેનાથી કચ્છ જિલ્લાના માંડવી, મુદ્રા, નખત્રાણા, લખપણ અને અબડાસાની ૮ લાખ જેટલી વસ્તીને લાભ થશે. આ ડીસેલીનેટેડ પાણી દ્વારા નર્મદાના પાણીની બચત થઇ શકશે જેનો ઉપયોગ કચ્છ, રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને ભુજ જેવા અન્ય તાલુકાઓમાંં પાણીની સુરક્ષા વધારવતા માટે થઇ શકશે.

આ ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા દરરોજ ૧૦ કરોડ લીટર ક્ષમતા સાથે ગુજરાતની જળ સુરક્ષા મજબુત થશે અને આ પ્લાન્ટ નર્મદા ગ્રીડ, સૌની નેટવર્ક અને વેસ્ટ વોટર મેનજમેન્ટ માટે પુરક સાબિત થશે. આ પ્લાન્ટ દેશમાં ટકાઉ અને સસ્તા જળ સંસાધનો માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે ૩૭ કરોડ લીટર પ્રતિ દિન ક્ષમતા વાળા આ ડીસેલીનેશન પ્લાન્ટસમાં દહેજ (૧૦ કરોડ લીટર) દ્વારકા (૭ કરોડ લીટર), ઘોઘા-ભાવનગર (૭ કરોડ લીટર) અને ગીર સોમનાથ (૩ કરોડ લીટર)નો સમાવેશ કરવામાંં આવ્યો છે.

આ ડિસેલીનેશન પ્લાન્ટ્સ ખાસ છે, કારણ કે બીજા સ્ત્રોતો દ્વારા મળતા પાણીની સરખામણીમાંં આ પ્લાન્ટ્સ દેશમાં પ્રથમ વખત ભાવ અવરોધને દુર કરીને ડિસેલિનેશન કરેલું ઉપબ્ધ કરાવશે.

અંજાર, કચ્છમાં સંપૂર્ણ સ્વયં સંચાલિત દુધ પ્રોસેસીંગ અને પેકેજિંગ પ્લાન્ટ

શ્વેતકાંતિના લક્ષ્ય સાથે અન ેએ દિશામાં કેન્દ્રિત પ્રયત્નો સાથે, ગુજરાત દેશમાં દુધ ઉત્પાદન, ખરીદી અને પ્રોેસેસિંગ માટેનું અગ્રણી રાજય બન્યું છે. અંજાર, કચ્છમાં બનનારા આ સંપૂર્ણ સ્વયંસચાલિત દુધ પ્રોસેસીંગ અને પેકેજિંગ પ્લાન્ટ, ગુજરાતમાં ડેરી વિકાસમાં માઇલ સ્ટોન સાબિત થશે.

આ ડેરી પ્લાન્ટમાં  ર એલએલ.ડી.પી.ની પ્રોસેસિંગ ક્ષમતા હશે જે ૪ એલ.ડી.ડી.પી.સુધી વધારી શકાશે જે જિલ્લામાં જયા માણસોની સરખામણીમાં પશુઓની સંખ્યા વધારે છે. ત્યાં આ પ્લાન્ટ દુધ અને દુધના દહીં, છાસ, પનીર, ઘી વગેરે જેવા ઉત્પાદનોના માધ્યમથી ખેડુતોની આવક બમણી કરવામાં યોગદાન આપશે.

(3:31 pm IST)