Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમરેલી જીલ્લા પંચાયત દ્વારા કિટ વિતરણ

અમરેલી : અમરેલી જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેનએ પોતાનાં કાર્યકાળ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરી છે. જેમાં જિલ્લાનાં ૪૦ જેટલા ગામોમાં લગ્નપ્રસંગ અને સામાજીક પ્રસંગોમાં ઉપયોગી તેવા વાસણ કીટનું અનુજાતી વિસ્તારોમાં વિતરણ કરેલ છે. એટલુ જ નહીં ન્યાય સમિતિ દ્વારા પ્રથમ વાર કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત દ્વારા તેમજ વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના અનુજાતી વિસ્તારોમાં સમુહમાં ઉપયોગી બની શકે તે હેતુથી ૫૧ હજાર રૂપિયા સુધીનાં વાસણોની કીટ વિતરણ કરી નવો ચીલો પાડ્યો છે. ચેરમેન શ્રી રાજેશભાઇ દામોદરા તેમજ તેમની ટીમ દ્વારા સ્વભંડોળની ગ્રાન્ટમાંથી વાસણની કીટ સાથે અનેક સહાયો સરકારી યોજનાઓનો લાભ પણ આપ્યો છે.જિલ્લામાં કીટ વિતરણ પ્રસંગે વિરોધ પક્ષનાં પરેશભાઇ ધાનાણી, રવજીભાઇ વાઘેલા, પૂર્વ ચેરમેન અશોકભાઇ ચાવડા, સદસ્ય ગૌતમભાઇ વસાવા, શરદભાઇ મકવાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, જયેશભાઇ નાકરાણી, દિનેશભાઇ ભંડેરી, અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુજાતી મોરચાના ચેરમેન હસુભાઇ બગડા તથા જિલ્લા તાલુકા પંચાયતનાં સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સામાજીક અગ્રણીઓ અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(12:59 pm IST)