Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

જામનગર કોર્પોરેશનમાં અઢી વર્ષના શાસનમાં વિકાસકાર્યોની હારમાળા

મેયર હસમુખભાઇ જેઠવાની આગેવાનીમાં જુદા - જુદા વોર્ડમાં સુવિધાઓનો વધારો કરાયોઃ પાંચેય ઝોનમાં સિવિલ શાખા દ્વારા રૂ.૧રપ,૯પ,૭૩,ર૭૮નો ખર્ચ મંજુર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧પ : જામનગર કોર્પોરેશનમાં  મેયર હસમુખભાઇ જેઠવાની આગેવાનીમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓના તા.૧પ-૬-૧૮ના રોજ વરણી થયા બાદ અઢીવર્ષના સમયગાળા દરમિયાન શહેરના વિકાસ માટે અનેક  વિકાસકાર્યો કરાયા છે.

સિવિલ શાખા

સિવિલ શાખા હસ્તકના વિધિવ ઝોનમાં ખાનગી સોસાયટીઓ, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો તથા રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી સીસી રોડ, સીસી બેકના કામો તદઉપરાંત મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રીશ્રી સડક યોજના અન્વયેના કામો અંતર્ગત સીસી રોડ અને સીસી બ્લોકના કામો, ગટર રીપેરીંગના કામો, પાઇપ ગટર, ટ્રાફિક વર્કસના કામોનો સમાવેશ થાય છે. મંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ તથા મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) માન. સાંસદ સભ્યશ્રી પુનમબેન માડમની ગ્રાંટમાંથી વિવિધ ઝોનમાં મેટલ મોરમ ગ્રીટ પાથરવા, સી.સી. બ્લોક ફીટ કરવા ટોયલેટ બ્લોક બનાવવા, કોમ્યુનીટી હોલ, વિ. કામો, રેનબસેરા, ટ્રી ગાર્ડ ખરીદી, ડસ્ટબીન, ખરીદી, સભ્યશ્રીની ગ્રાંટ અન્વયે સુચવવામાં આવતા કામો, વોર્ડ નં.પમાં સ્વસ્તીક સોસાયટી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વીજ વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગેનું કામ લાલપુર રોડ પાસે કિર્તીપાનથી અંદર તરફ જતાં ડી.પી.રોડ પર શુભમ રેસીડેન્સીથી શરૂ કરી હર્ષદમીલ ચાલી થઇ ટીટોડીવાડી સુધી ડી.પી.મેટલ રોડ તથા પાણીના નિકાલ માટે આર.સી.સી. કેનાલ બનાવવાનું કામ વોર્ડ નં.૧પ કનસુમરા ગામના રે.સ.નં.૬૩ થી ૧પ સુધીનો રોડ જે મહાનગરપાકિલા અને જાડા બંનેમાં સમાવેશ થાય છે. તે અંગે જાડા તરફથી જરૂરી રકમ ફાળવતા સી.સી. રોડ બનાવવાનું કામ તથા આયોજન મંડળ હસ્તકના કામો તેમજ વાર્ષિક મેઇન્ટેનન્સના કામો જેવા કે, અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ, જુદી જુદી કંપનીઓ દ્વારા ગેસ, ઇલે. કેબલ, વોટર પાઇપ લાઇન અન્વયે ખોદવામાં આવેલ રોડને રીપેરીંગ તથા કેનાલ ઉપર પુલ  તથા સ્લેબ બનાવવાના કામો ટ્રાફિક વર્કસ, ગાર્ડન મેઇન્ટેનન્સ, મ્યુનિ. બિલ્ડીંગ રીપેરીંગ, આરફાલ્ટ રોડ પેચવર્કના કામોનો સમાવેશ થાય છે. મંજુર કરવામાં આવેલ છે. પાંચેય ઝોનમાં રૂ.૧રપ,૯પ,૭૩,ર૭૮નો ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

વોટર વર્કસ શાખા

વોટર વર્કસ શાખા હસ્તકના કામો અન્વયે શહેરના જુદા જુદા ઇ.એસ.આર.વિસ્તાર હસ્તકના ડી.આઇ.પાઇપ લાઇન નાંખવાના કામો, આજી-૩ ડેમથી ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ સુધી ૮૦૦ એમ.એમ. તથા ૭પ૦ એમ.એમ.ડી. આઇ. પાઇપ લાઇન શહેરની હદ વધતા નવા ભળેલા વિસ્તાોરમાં પીાવના પાણીની સુવિધા તેમજ શહેરના આગામી વર્ષોના વિકાસને ધ્યાનમાં રાખીને હૈયાત પંપ હાઉસને ડીમોલેશન કરી નવું પંપ હાઉસ સમ્પ અને આનુસંગીક મશીનરીઓ તથા ડીજી સેટ વસાવવા અંગે, શહેરમાં જુદી જુદી જગ્યાએ બોર કરી ડંકી ફીટ સસોઇ ડેમ તથા આજી-૩ ખાતે માનવ શકિત પુરી પાડવા અંગે જુદા જુદા ઇ.એસ.આર. વિસ્તારોમાં ડી.આઇ.પાઇપો સપ્લાય કરવાનું કામ, જુદા જુદા ઇ.એસ.આર. અને સ્પોર્ટસ કોમ્પ્લેકસની મશીનરી રીપેરીંગ અને મેઇન્ટેનન્સ તથા કેમીકલ ખરીદી અંગેના કામો તથા ડેમ સાઇટે પમ્પીંગ મશીનરી ખરીદીના કામો, વાલ્વ ખરીદીના કામો, આજી-૩ ડે ખાતે ઇન્ટેક વેલનું કામ, મહાનગરપાલિકાની હદ વધતા નવા વિસ્તારોમાં વોટર ટેન્કરથી પાણી વિતરણ તથા ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટ, ઉંડ-૧ ડેમ તથા અલગ અલગ ઇ.એસ.આર. ગુલાબનગર

રણજીતનગર, ગોકુલનગર, રવિ પાર્ક, જ્ઞાનગંગા વિ. જગ્યાએ નવી અદ્યતન મશીનરીઓ સપ્લાય કરી ફીટ કરવાનું અને ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામો, ઇ. એસ. આર. ખાતે પાવર ફેલ્યુર  સમયે પાણી વિતરણ વ્યવસ્થા યથાવત રહે તે માટે ડીજી સેટ સપ્લાય અને ઇન્સ્ટોલેશનના કામોનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે અલગ-અલગ ઝોન, ફિલ્ટર પ્લાન્ટો અને હેડ વર્કસનો મળી કુલ રૂ. ૧૪૭,૭૦,૮ર,૪૩૭ નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

ભુગર્ભ ગટર શાખા

ભુગર્ભ ગટર શાખા હસ્તકના કામોમાં સુએઝ પમ્પીંગ સ્ટેશનો ચલાવવા, તેની પમ્પીંગ મશીનરી ઓપરેશન, મેઇન્ટેનન્સ તથા રીપેરીંગ કામ, જુદા જુદા ઝોનમાં ઉપરોકત કામો અન્વયે અલગ-અલગ ઝોન, વિસ્તારો અને વોર્ડ મળી કુલ રૂ. ૭પ,પપ,૮૯,૯૯૭ નું ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે.

પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા

પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તકના કામોમાં જામનગર શહેરના અતિ મહત્વનો એવો સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધી ફલાય ઓવર બ્રીજનું કામ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગો ઉપર પેચવર્ક અને આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ, કન્સોલીડેશન એન્ડ રી-પ્રોડકશન ઓફ ભુજીયા કોઠાનું કામ તેમજ મરીન પોલીસ ચોકીથી એસ. ટી. પી. થઇ વેસ્ટ - ટુ - એનર્જી પ્લાન્ટ સુધી તથા ગાંધીનગર વિસ્તારમાં ભુગર્ભ જળસંચય માટે તળાવ બનાવવાના પ્રાથમિક સ્ટેજના કામ અંગે મેટલીંગ કરવાનું કામ, બેડી બંદર રોડ, આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ, કામદાર કોલોની મુખ્ય રસ્તો આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ, જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્ક થઇ ૧૪૦૪ આવાસ સુધીનો રસ્તો ઓસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ, એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોની સુધીનો રસ્તો આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ, શહેરના મુખ્ય, આંતરિક રસ્તાઓ ઉપર આસ્ફાલ્ટ પેચવર્ક રી-કાર્પેટીંગનું કામ, રેસ્ટોરેશન-કન્ઝર્વેશન, જી. ડી. શાહ સ્કુલ રોડ, હનુમાન ગેઇટ પોલીસ ચોકીથી સ્વસ્તીક સોસાયટી રોડ, વાલ્કેશ્વરી મેઇન રોડ, પટેલ કોલોની રોડ નં. ૧ અને ૩, દિ. પ્લોટ પ૯, નાગનાથ ગેઇટથી વ્હોરાના હજીરા થઇ સિધ્ધનાથ મહાદેવ મંદિર સુધીનો રોડ, સમર્પણ સર્કલથી વુલન મીલ નંદ નિકેતન સ્કુલ થઇ બેડી રોડ જંકશન સુધીના રસ્તાને ફોરલેન મુજબ વાઇડનીંગ કરવાનું કામ, ગુલાબનગર મુખ્ય રસ્તાથી અન્નપુર્ણા ચોકડી થઇ કાલાવડ રોડ તરફ જતા હૈયાત રસ્તાને વાઇડનીંગ ઉપર આસ્ફાલ્ટ કારપેટ,   હાપા લાલવાડી આવાસ યોજના - એપ્રોચ રોડને આસ્ફાલ્ટ કારપેટ તથા નિલકમલ સોસાયટી સર્કલથી દરગાહ સુધીનો અને સંજીવની મેડીકલવાળી શેરી આસ્ફાલ્ટ કાર્પેટીંગનું કામ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વ્યાયામ શાળા બનાવવાનું કામ તથા અન્નપુર્ણા ચોકડી પાસેના રીવર બ્રીજથી લાલવાડી સ્કુલ તથા હાપા માર્કેટીંગ યાર્ડ થઇ રાજકોટ રોડ સુધીના હૈયાત રસ્તાને ફોરલેન બનાવવાનું કામ, શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ થર્મોપ્લાસ્ટ પેઇન્ટીંગ, દિગ્જામ સર્કલથી એરોફર્સ રોડ તરફ એલ. સી. નં. ૧૯૯ ઉપર રેલ્વે ઓવર બ્રીજ બનાવવાનું કામ, સ્પોટર્સ કોમ્પલેક્ષ હૈયાત રૂફ શીટને રીપ્લેસ કરી નવી રૂફ શીટ નાખવાનું કામ, શહેરમાં જુદા જુદા રોડ ઉપર સાઇડ બોર્ડ તથા સ્પીડ બ્રેકરની આસપાસ કેટઆઇ લગાડવાનું કામ, પવનચકડી સર્કલથી પંપ હાઉસ થઇ ભાનુ પેટ્રોલ પંપ સુધીના રસ્તાને આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું 

કામ, ગાંધીનગર રેલ્વે ક્રોસીંગ નં. ૧૯૭થી બેડેશ્વર જંકશન (રીંગ રોડ જંકશન) સુધી હૈયાત રોડને ફોર લેન રોડ બનાવવા અંગે, ઇન્દીરા ગાંધી માર્ગ (સુભાષ બ્રીજથી જ્ઞાનશકિત સર્કલ) તથા ખંભાળીયા રોડ (સાત રસ્તા સર્કલથી પાયલોટ બંગલા) પર રોડ ડીવાઇડર બ્લોક નાખવાનું કામ વિગેરે કામનો સમાવેશ થાય છે. તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક, ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ તથા જામ રણજીતસિંહ પાર્ક ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ટાગોર કલ્ચરલ કોમ્પલેક્ષ, સાંસ્કૃતિક માળખાની રચના અન્વયે મહાપ્રભુજી બેઠકની બેઠક રોડ ઉપર ઓડીટોરીયમ અને આનુસંગીક ફેસેલીટી ડેવલપ અંગે સૈદ્ધાતિક મંજુરી વિ. કામોનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂ. ૩૦૮,૩પ,પ૬૩/-નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

ટાઉન પ્લાનીંગ શાખા

ટી.પી.ડી.પી. શાખા હસ્તકના કામોમાં ટી.પી. રોડના સર્વે તથા ડીમાર્કેશન કરી રસ્તા ખુલ્લા કરાવ્યા બાદ તેમાં ડબલ્યુ.બી.એમ. રોડ બનાવવા અંગેના કામો, વિધિ ટી.પી./ડી.પી. રોડ ઉપર મેટલ રોડ બનાવવાના કામો અન્વયે કુલ રૂ. ૯,૮૮,૯૪,૭૦ર/-નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

લાઇટ શાખા

લાઇટ શાખા હસ્તકના કામો અન્વયે બેડેશ્વર તથા ગુલાબનગર ઓવર બ્રીજ લાઇટીંગ વર્કસ, નવા ભળેલા નગરસીમ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ અન્વયે કુલ રૂ. ૩,૪૮,૯૧,ર૬પનું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

સોલીડ વેસ્ટ શાખા

સોલીડ વેસ્ટ હસ્તકના કામો અન્વયે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મટીરીયલ્સ રીકવરી સેન્ટર સ્થાપીત કરવા તથા શહેરમાં અલગ-અલગ જગ્યો ૮૦ લીટર કેપેસીટી ટવીન બીન્સ ખરીદ કરવા અંગે તેમજ એડવાન્સ ટેકસ ભરનાર શહેરીજનોને ૧ર લી. કેપેસીટી ડસ્ટબીન ફ્રી આપવા ખરીદી

 એસ્ટેટ શાખા

એસ્ટેટ શાખા હસ્તકના કામો અન્વયે શહેરના અલગ-અલગ ઝોનમાં જુદી જુદી જગ્યાએ હોડીંગ બોર્ડ લગાડવાના કામો તેમજ મહાનગરપાલીકા હસ્તકની જુદી જુદી જમીનોના વેચાણ ફુડ ઝોન શોપ ભાડે આપવા અંગે વિ.આવકો રૂ.૧,૮૩,ર૯,રર૮/-ની આવક મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે.

સ્લમ શાખા

સ્લમ શાખા હસ્તક જામનગર શહેરમાં અલગ-અલગ જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે કુલ રૂ. ૬૯,૪પ,૦૦,૦૦૦/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

ઉપરોકત વિગતે જુદી જુદી શાખા હસ્તકના કામો અન્વયે કુલ રૂ.૮૦૪,પ૬,પ૮,૦પ૦/- અંકે રૂપિયા આઠસો ચાર કરોડ છપ્પન લાખ હજાર અઠાવન હજાર પચાસના વિકાસ કાર્યોને મંજુરી આપવા આવેલ છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાના તમામ કેડરના કાયમી કર્મચારી/અધિકારીઓ નિવૃત થયા ત્યારે તેઓની સેવા નિવૃતિ અન્વયે સ્ટેન્ડીંગ કમીટી મીટીગમાં નિવૃતિ વિદાયમાન અને ચાલુ ફરજે અવશાન પામતા કર્મચારી અન્વયે બે મીનીટનું મૌન પાડીને શોક ઠરાવ પાસ કરવાની પ્રણાલીકા શરૂ કરવામાં આવેલ છે.

જામનગર શહેરના વિકાસ કાર્યોમાં મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ તેમજ મંત્રી સૌરભભાઇ પટેલ તથા ગુજરાત મ્યુની.ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી દ્વારા હરહંમેશા પુરતો સહયોગ મળી રહેલ છે. આ ઉપરાંત કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સાંસદ સભ્ય પુનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનો સાથ અને સહકાર મળેલ છે.

ઉપરોકત કામો મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મંજુર કરવામાં આવેલ છે જેમાં ડે.મેયર કરશનભાઇ કરમુર, ચેરમેન  સ્ટે. કમીટી સુભાષભા જોષી, શાસક પક્ષ નેતા શ્રી દિવ્યેશભાઇ અકબરી, શાસક પક્ષ દંડકશ્રી જડીબેન સરવૈયા તથા ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા તથા પૂર્વ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા તથા સંગઠન પાંખ તથા કમિશનર શ્રી અને તેઓની અધિકારી ટીમનો સહયોગ મળેલ છે.

(1:01 pm IST)