Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

લોધીકાના વિદેશી દારૂ પ્રકરણમાં વોન્ટેડ રાજકોટના રીયાઝને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ, તા.૧પ : લોધીકાના વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચના અજયસિંહ ગોહિલ તથા પી.એસ.આઇ. હિતેન્દ્રસિંહ રાણાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે લોધીકા પોલીસ મથકમાં પકડાયેલ ૮૦ર બોટલ દારૂ કિ. ર.૮૦ લાખના ગુન્હામાં વોન્ટેડ આરોપી રીયાઝખાન ઉર્ફે મુન્નો મહેબુબખાન પઠાણ રે. બજરંગવાડી પોલીસ ચોકી સામે સુકુન કોમ્પ્લેક્ષ બ્લોક નં. ૧૦૧, જામનગર રોડ રાજકોટ મેટોડા જીઆઇડીસીમાં આવ્યો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી દબોચી લઇ લોધિકા પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂબરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. અમીતસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કો. રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ તથા રસીકભાઇ જમોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:39 am IST)