Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

બગસરા : રીંગણાના પુરતા ભાવ મળતા નથી

બગસરા માં રીંગણા નો કોઈ ભાવ પૂછતું નથી ૧૦ થી ૧૫ કિલોનો પોટલું પંદર રૂપિયામાં વેચાતું નથી થોડા સમય પહેલા ડોલી રીંગણા નો ભાવ કિલોના ૫૦ થી ૬૦ રૂપિયા હતો જે આજે પશુઓનો આહાર થઈ ગયો છે અને માણસો આ રીંગણાને ખરીદીને નીણ ની જગ્યાએ ગાયોને રીંગણા ખવડાવે છે ખેડૂતોને શાકભાજીમાં પૂરતા ભાવ ન મળતા નારાજગી જોવા મળી છે પોતાના વાહનમાં આ શાકભાજી લઈને આવે છે તેનું ભાડું પણ નીકળતું નથી ઊલટાનું તેમાં ઉમેરી ભાડું ચૂકવવું પડે છે.રીંગણામ પશુઓને ખવડાવવા પડે છે. તૈ તસ્વીર. (તસ્વીર : સમીર વિરાણી બગસરા)

(11:27 am IST)