Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગીર સોમનાથ કારતક વદ અમાસે 'વ્હેલ શાર્ક દિવસ' ઉજવ્યો : દુનિયાની સૌથી મોટી અને ૭૦ થી ૧૦૦ વરસ સુધી નું આયુષ્ય ભોગવતી માર્ચ થી ઓકટો દરમ્યાન પ્રતિવર્ષ ખોરાક અને બચ્ચાંઓને જન્મ આપવા ગીર સોમનાથ જીલ્લાના દરિયામાં આવે છે 'વ્હેલ શાર્ક માછલી'

વેરાવળ-પ્રભાસ પાટણ : સમગ્ર વિશ્વમાં ભારત અને તેમાં પણ ખાસ કરીને ગીર સોમનાથ જીલ્લાના દરિયામાં કરાતા સંરક્ષણ સંવર્ધનથી અનોખી ઓળખ મળી છે તેવા ગીર સોમનાથ જીલ્લા ની વેરાવળ મા ફીસરીઝ કોલેજ ખાતે કારતક વદ અમાસે પ્રતિવર્ષ ઉજવાતો વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્હેલ શાર્ક માછલી દુનિયાની સૌથી મોટી અને ૭૦ થી ૧૦૦ વરસ આયુષ્ય ભોગવતી તે ઓકટો થી માર્ચ મા નિયમિત રીતે ખોરાક મેળવવા અને બચ્ચાંઓને જન્મ આપવા પોરબંદર દ્વારકાથી માંગરોળ સોમનાથ સુત્રાપાડા ના દરિયામાં પ્રતિવર્ષ આવે છે. આ માછલીને વનવિભાગની એકટ હેઠળ રક્ષણ પણ આપવામાં આવેલ છે.સુપ્રસિધ્ધ રામપારાયણ કથાકાર મોરારી બાપુ 'વ્હેલ શાર્ક બચાવ' અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, વર્ષ ૨૦૦૭ થી ૨૦૨૦ સુધી ૧૪ વર્ષ ના સમય દરમ્યાન સૌરાષ્ટ્ર ની દરિયાઇ સાગર કાંઠમા ૭૯૨ વ્હીલ શાર્ક માછલી ની માછીમારી દરમ્યાન જાળમાં ઓચિંતા ફસાયેલી આ માછલીઓને માછીમાર સમાજના સહકાર અને આર્થિક નુકસાની વેઠીને પણ વનવિભાગ સાથે મધદરિયે જઇ કિંમતી જાળ તોડી તેની આર્થિક નુકસાની ભોગવી ફરી પાછી દરિયામાં તરતી મુકેલ છે. અને જે બદલ જાળ તુટવાને કારણે નુકસાન થયેલ માછીમારને જાળની કિંમત અથવા વધુમાં વધુ રૂપિયા ૨૫૦૦૦ ચુકવવામાં આવે છે. આ સમારોહમાં સંબોધતા માછીમાર સમાજ ના સાગર પુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે એ જણાવ્યું હતું કે અમારે મન વ્હેલ શાર્ક સાગર નો રાજા છે આજ થી પંદર વર્ષ પહેલાં આ માછલીને નિકાસ કરતી પરંતુ માછીમાર સમાજની જાગૃતિને કારણે હવે દરિયામાં જયારે વ્હેલ શાર્ક દેખાય એટલે વન વિભાગને જાણ કરીએ છીએ અને આ જ દરિયામાં તેની પેદાશ વધે અને સુરક્ષિત રહે તેવા અમારા પ્રયાસો છે. પ્રકૃતિ નેચર કલબના દિનેશ ગોસ્વામી તેના સાથીદાર જીજ્ઞેશ ગોહેલના ઉલ્લેખ સાથે સંબોધનમાં જણાવ્યું વરસો પહેલાં એક શુટીંગમાંથી મને આ પ્રેરણા મળી આ માટે સમગ્ર દરિયા કાંઠો ખુંદી ખુંદી લોક સંપર્ક કર્યો જેમાં મોરારી બાપુ આર્શીવાદ અને વિશેષ તો સાગરખેડુઓના સહકારથી આ માછલીઓને હવે જીવતદાન મળતું થયું છે આ પ્રવૃત્ત્િ। ને કારણે જ આ પાંચ ધોરણ ભણેલા એવા અમોને વિશ્વ ઓળખતું થયું છે અમે વ્હાલી દિકરીના ભાઇ છીએ જે અંતિમ શ્યાસ સુધી ઝઝુમશું આ કાર્યક્રમ નાયબ વન સંરક્ષક જુનાગઢ સંબોધન મા જણાવ્યું હતું કે સાગરખેડુઓ આ પ્રવૃત્ત્િ।માં જોડાયા તેથી સફળતા સરળ બની જેમ વનનો રાજા સિંહ છે તેમ વ્હેલ શાર્ક સમંદરનો રાજા છે તેમ જણાવ્યુ હતું આ પ્રવૃતિઓમા વન વિભાગ ઉપરાંત ખાનગી કંપનીનો સહયોગ અમુલ્ય છે.આ કાર્યક્રમ મા નાયબ વન સંરક્ષક અધિકારી જુનાગઢ રેન્જ ના ડો સુનિલ ગેરવાલ, વાઇલ્ડ લાઇફ કાઇમ સેલ ગાંધીનગર ના પંડીત તેમજ નાયબ વન સંરક્ષક અધિકારી શૌભિતા નાણાવટી તેમજ માછીમાર અગ્રણી તુલસી ગોહેલ વન વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને ઓનલાઇન વ્હેલ શાર્ક પેઇન્ટિંગ રેતી ભુમિ ચિત્ર ની સ્પર્ધા વિજેતાઓને નંબર જાહેર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વ્હેલ શાર્ક દિવસ ૨૦૨૦ આ વરસે ગઇકાલે માંગરોળ અને આજે વેરાવળ એમ બે સ્થળે વ્યવસ્થા ભાગરૂપે યોજાયો હતો. (તસ્વીર અહેવાલ : દિપક કક્કડ (વેરાવળ) મીનાક્ષી ભાસ્કર વૈદ્ય -પ્રભાસ પાટણ)

(11:26 am IST)