Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મોરબીના વીસીપરામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૫: મોરબીના વિશીપરા મદીના સોસાયટીમાં રહેણાંક મકાન વિદેશી દારૂ છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી આઈ આઈ એમ કોઢિયાની સુચનાથી પી એસ આઈ આર બી ટાપરિયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇકબાલભાઈ સુમરાને બાતમી મળેલ કે મોરબીના વિશીપરા મદીના સોસાયટીમાં રહેતા જાવેદભાઈ મહેબુબભાઈ જામ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૬ કીમત રૂ.૨૧,૩૦૦ મળી આવતા કબજે કરી આરોપી જાવેદભાઈ મહેબુબભાઈ જામને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

(11:23 am IST)