Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળ્યાઃ તંત્રના પેટનું પાણી હલતુ નથી!

આજે સવારે એક બુઝર્ગ લપસી પડયાઃ સદનશીબે બચાવ થઇ ગયો

વઢવાણ,તા.૧૫: સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂગર્ભ ગટરની યોજના અત્યંત ફેલ હાલતમાં છે.ભગર્ભ ગટર પાછળ જિલ્લાની નગરપાલિકા અને gudc એ કરોડો રૂપિયાના કામો બતાવ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અત્યંત ફેઈલ છે.ત્યારે દ્યર વપરાશ નું પાણી તો આ ભૂગર્ભ ગટરમાં જતું નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની મેઈન બજારોમાં આવા ખલકુવાઓના પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેક ઠેકાણે ગટરો ના પાણી રોડ ઉપર ભરાઈ રહ્યા છે. જિલ્લાની જનતાને આ ગટરના પાણીમાંથી પસાર થવું પાડી રહ્યું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની મેઈન રોડ ઉપર આવેલી અને શહેરના મુખ્ય બજાર પાસે આવેલ સમય કાર્યાલય બાર ગટર અને ખાળકુવાઓના પાણી રોડ પર ફળી વળ્યાં હતા.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના નેતાઓ દવારા વિકાસના નામે મોટા મોટા બણગા ફૂંકાવામાં આવે છે.અને ત્યારે આ ગટર ના પાણી માંથી પસાર થવા લોકો મજબુર બન્યા હતા.ત્યારે આમાં આજે સવારે એક વૃદ્ઘ લપસ્તા સદનસીબે જાન હાનિ ટળી હતી.ત્યારે સત્વરે આ ભૂગર્ભ ગટરના કામો અને આ ખલકુવાઓ ખાલી કરવા લોક માગ કરવામાં આવી રહી છે.

(1:10 pm IST)