Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જૂનાગઢમાં છેતરપીંડીના ગુન્હામાં ૯ વર્ષથી નાસતો ફરતો અમર માંડલ ઝડપાયો

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી

જૂનાગઢ, તા.૧પઃ જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંદ્ય પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંર્દ્યં દ્વારા જીલ્લાના તમામ પોલીસ અમલદારોને ર્ંભૂતકાળના ગુનાઓમાં ગુન્હો કરીને વાંટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડર્વાં માટે સુચનાઓ કરી, જીણવટ ભરી તપાસ કરી, ર્ંનાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશનું આયોજર્નં કરવામાં આવેલ છે જે અન્વયે છેતરપીંડીના ગુન્હામાં ૯ વર્ષથી નાસતો ફરતો આરોપીને ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ શહેરના એ ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મયુર ફાઇનાન્સ કંપની કે જે  સોનાના દાગીના ઉપર ગ્રાહકોને ધિરાણ દાગીના ગીરવે લઈને રાખતી હોય જેમાં આરોપી નંબર ૧ થી ૭  નાઓએ અલગ અલગ તારીખોએ કંપનીમાં આવી પોતે સોનાના દાગીના નથી તેવું જાણતા હોવા છતાં સોનાના દાગીના છે તેવું કહી અલગ-અલગ સોના જેવી ધાતુના દાગીના બનાવી કંપનીમાં ગીરવે મૂકી આ દાગીના કંપનીના કર્મચારી આરોપીઓ (૧) ગિરીશ કિરીટ (ઉ.વ.૩૪) રહે . જૂનાગઢ સલાટવાલા, (૨) ભાવેશ પ્રવિણચંદ્ર ગઠિયા (ઉ.વ. ૩૪) રહે. યોગી એપારમેન્ટ, માઠ સ્ટ્રીટ, જુનાગઢ, (૩)અમર માંડલ (૪) અબ્દે મુનાફ મોહસીન રહે. જૂનાગઢ જાલોરપા,  (૫) શશીકાંત રણછોડ સોલંકી (ઉ.વ. ૪૮) રહે. જૂનાગઢ છાયા બજાર, (૬) ભરત પ્રાગજી રાણીગા (ઉ.વ.૩૦) રહે. જુનાગઢ, સીટી પેલેસ, (૭) ચંદ્રેશ ચંદુલાલ ગાંધી (ઉ.વ.૪૨) રહે. જુનાગઢ, જગમાલ ચોક,  (૮) સંદીપ દ્યનશ્યામભાઈ રાવલ (ઉ.વ. ૩૫) રહે. જુનાગઢ, ઝાંઝરડા રોડ, (૯) દીપાલીબેન અમિતભાઈ (ઉ.વ. ૨૬) રહે. જુનાગઢ, તળાવ દરવાજા,  (૧૦) વિજયભાઈ ચીમનભાઈ દરજી (ઉ.વ.૨૪) રહે. જુનાગઢ, વાંજાવાડ, (૧૧) ડેનિશ કે. જયોર્જ (ઉ.વ.૨૬) રહે. આણદ, રવી કિરણ ફલેટ, એ બધા આરોપીઓએ ફરિયાદી બિપીનચંદ્ર મગનલાલ ગાંધી રહે. રાજકોટ સાથે ખોટા દાગીના સોનાના છે તેવું નિયત કરેલ કંપની નું સર્ટીફીકેટ આપી ર્ંફાઇનાન્સ કંપની માંથી કુલ રૂપિયા ૬,૫૬,૦૦૦/- ઉપાડી, પોતાના ફાયદા સારું ઓળવી જઈ, કંપની સાથે છેતરપિંડી તથા વિશ્વાસદ્યાર્તં કર્યા અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી.

ંઆ ગુન્હામાં ર્ંઅન્ય આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતા, જેની પૂછપરછમાં આરોપી અમર માંડલ રહે. જુનાગઢની સંડોવણી બહાર આવેર્લં હતી અને એ જયારથી ગુન્હો બન્યો ત્યારથી ર્ંછેલ્લા નવ (૯) વર્ષથી પોલીસ પકડથી દૂર હતો અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરર્તોં હતો. પોલીસ જયારે જયારે તપાસમાં જાય ત્યારે હાજર મળી આવતો ના હતો.

ંજિલ્લા પોલીસ વડા સૌરભ સિંદ્યની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. ઝાલાને સ્ટાફના ર્ંપો.કો. પ્રવીણભાઈ રાણીગભાઈ મારફતે મળેલ બાતમી આધાર્રેં પો.ઇન્સ. કે.કે.ઝાલા, હે.કો. વિક્રમસિંહ, પો.કો. પ્રવીણભાઈ, ભરતભાઇ, સુભાષભાઈ, ભૂપતસિંહ, અનકભાઈ, વનરાજસિંહ, દિનેશભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા માંડવી ચોકમાં આવેલ કરસનજી મેદ્યજી જવેલર્સ નામની દુકાનમાંથી પોતાની ઓળખ છુપાવીને રહેતો ર્ંઆરોપી અમરભાઈ અનિલભાઈ માન્ડલ રહે. કિરણ કોમ્પ્લેક્ષ, બ્લોક ન. ૩૦૩, દાણાપીઠ, જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી.

ંપકડાયેલ આરોપી અમરભાઈ અનિલભાઈ માન્ડલ રહે. કિરણ કોમ્પ્લેક્ષ, બ્લોક નં. ૩૦૩, દાણાપીઠ, જૂનાગઢની જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. ઝાલા તથા સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા, આરોપીએ પોતે ર્ંગુન્હાની કબૂલાર્તં કરેલ હતી. ગુન્હો બન્યા બાદ પોતે આ ગુન્હામાં ર્ંપકડાય નહીં તેમાટે જુદા જુદા જવેલર્સ ની દુકાનોમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હોવાની પણ એ ડીવીઝન પોલીસ સમક્ષ કબૂલાર્તં કરવામાં આવેલ છે. એ ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલ આરોપીના ર્ંપોલીસ રિમાન્ડ ઉપર મેળવવા વધુ તપાર્સં હાથ ધરવામાં આવેલ છે.

ંઆમ, એ ડિવિઝન પોલીસ દ્વારા સને ૨૦૧૦ ની સાલથી છેલ્લા ૯ વર્ષથી છેતરપિંડી, વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(1:06 pm IST)