Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વિજય વસાણીનાં બીજા પેટ્રોલ પંપનો શુભારંભ

આટકોટનાં 'અકિલા'ના પત્રકાર વિજયભાઇ વસાણી દ્વારા આટકોટ-ભાવનગર રોડ ઉપર તાજ હોટલની સામે 'ભારત પેટ્રોલીયમ' કંપનીના હરીકૃપા પેટ્રોલીયમ નામથી બીજા પેટ્રોલ પંપના નવા સોપાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.  પારીવારીક માહોલમાં અત્યંત સાદગીપુર્વક  હરીકૃપા પેટ્રોલીયમનો શુભારંભ 'અકિલા'ના મોભી અને વિજય વસાણીના પિતાતુલ્ય અને પારીવારીક આત્મીય નાતો ધરાવતા શ્રી કિરીટભાઇ ગણાત્રાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે રાજયના કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, જસદણના પુર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરા, શ્રી ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી શ્રી પરેશભાઇ ગજેરા, ભારત પેટ્રોલીયમના સૌરાષ્ટ્ર ટેરેટરી મેનેજર શ્રી અજય દેવાંશી, જય ખોડીયાર  એન્ટરપ્રાઇઝના મહેશભાઇ ભાયાણી, બાબુભાઇ (ભવાની ટ્રાવેલ્સ) કેશુભાઇ નભોયા, વિપુલભાઇ વસંત, મહેશભાઇ વસંત, અલ્કેશભાઇ શેલીયા સહીતના ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ રાજુ માઢક-આટકોટ)

(4:52 pm IST)