Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.Sc સેમેસ્ટર- પ ની પરીક્ષાનું ૫૩ ટકા પરિણામ જાહેર

રાજકોટ તા ૧૫  : જુનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાની ૧૫૦ જેટલી કોલેજોનું નિયમન અને નિયંત્રણ કરતી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આજરોજ B.Sc.સેમેસ્ટર-પ ની પરીક્ષાનું ૫૩ ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીણામ યુનિવર્સિટીની વેબસાઇટ http://www.bknmu.edu.in ઉપર પણ જોઇ શકાશે. જે વિદ્યાર્થીઓ પેપરોનું પુનઃ મૂલ્યાંકન કરાવવા માંગતા હોય તેઓ પરીણામ જાહેર થયાના દિવસ-૧૦ માં પોતાની કોલેજ મારફત અરજી કરી શકે છે. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ તમામ સેમેસ્ટરના દરેક પરીક્ષાના પેપર ચેક કરવાની કામગીરી ઝડપી અને અસરકારક રીતે ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બાકી રહેલા પરિણામો પણ ટુંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે.

(11:51 am IST)