Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કાલાવડ- જામનગર- જુનાગઢ પંથકમાં પાકનું સંપૂર્ણ ધોવાણ

વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યુઃ આર્થિક સંકટથી જગતના તાતની સ્થિતી ડામાડોળઃ શિયાળુ પાક ઉપર પણ પ્રશ્નાર્થ

તસ્વીરોમાં જામનગરના ખાવડી, રિલાયન્સ, એસ્સાર, ન્યારા, ધોરાજી, નવાગામ, ઢાંક, જામકંડોરણા પંથકમાં વરસાદે વિનાશ વેર્યો તે નજરે પડે છે.

રાજકોટ તા.૧૫: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યો  હતો જ્યારે કાલાવાડ પંથક અને જામનગરના ખાવડી રિલાયન્સ આસપાસ મેઘરાજા તૂટી પડ્યા  હતા.

કાલે બપોર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જુનાગઢ કચ્છ જામનગર કાલાવડ પંથકમાં મેઘરાજા તૂટી પડ્યા હતા કરા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જામનગરના ખાવડી રિલાયન્સ એસ્સાર ન્યારા વચ્ચે જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડયો હતો અને કરા પણ પડ્યા હતા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ હરીપર સરવાણીયા છતર ખીજડીયા સહિતના ગામોમાં બરફના કરા સાથે અંધાધૂંધ વરસાદ વરસ્યો હતો જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે.

રાજકોટમાં પણ આજ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ઝાપટાં રૂપે વરસાદ થોડા થોડા સમયે વરસી રહ્યો છે કચ્છમાં પણ લખપત નખત્રાણા અંજાર ભુજ સહિતના વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડતાં વાતાવરણ ઠંડુ બની ગયું હતું.

ભારે વરસાદ કરા પડતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યુ છે જયારે આર્થિક સંકટથી જગતના તાતની સ્થિતી ડામાડોળ થઇ છે અને શિયાળુ પાક ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે ભારે વરસાદના કારણે પાક સંપૂર્ણ ધોવાઇ ગયો છે.

નવાગામ

નવાગામઃ જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના નવાગામ, હરીપર, સરવાણીયા,છત્રર, ધુન ધોરાજી, ખીજળીયા ગામોમાં કરા સાથે વરસાદથી રાજમાર્ગો ભીના થયા હતા. ધોધમાર વરસાદ પડવાના કારણે રવિ પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનો અંદાજ છે. આ ઉપરાંત વરસાદથી કપાસ,મગફળીના પાકને સીધી અસર થઇ છે, આ અગાઉ ગયા પખવાડિયે પણ કમોસમી વરસાદ થતા પાકને મોટાપ્રમાણમાં નુકશાન થયું હતું. કહિ શકાય છે જે હાલ મગફળી પાથરે પડી હતી ત્યાં કમોસમી વરસાદ થતાં ના પાકમાં નુકસાન જોવા મળી છે. કે ખેડુત મોઠે આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો છે. જેના લીધે જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠુ થશે તેવી કરેલી આગાહી સાચી પડી છે.

જામકંડોરણા

જામકંડોરણાઃ કાલે બપોરબાદ આકાશમાં વાદળો છવાયા હતા અને સાંજના ચાર કલાકે ગાજવીજ સાથે વરસાદ શરૂ  થયો હતો જે ઝાપટું પડી થોડીવારમાં બંધ થઇ ગયો હતો જયારે જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામમાં કરા સાથે અને પવન સાથે ધોધમાર આશરે બે ઇચ જેટલો વરસાદ પડી ગયો હતો ગુંદાસરી ગામના સરપંચ શ્રી નિકુંજભાઇ સોજીત્રાએ જણાવેલ કે ગુંદાસરી ગામમાં આશરે બે ઇચ જેટલો કરા સાથે વરસાદ પડતા સર્વત્ર પાણી જોવા મળી રહ્યા હતા. તેમજ આ પવન સાથેના વરસાદથી કપાસના પાકને નુકશાન થવા પામ્યું છે. અને ખેડુતો ચિંતિત બન્યા છે.

જોડિયા

જોડિયાઃ કાલે સમી સાંજે કમોસમી વરસાદથી તાલુકાના ખેડુતોના પાક મગફળી,તલી અને કપાસને વ્યાપક નુકશાન કરેલ છે. જોડિયા વિસ્તારમાં આઢસો વિઘામાં પાકને માવડાથી નુકસાનીનો અંદાજ છે ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે અણધાર્યા વરસાદ  પછી પણ 'મેઘરાજા'ની એન્ટ્રી કમોસમી વરસાદ ચાલુ રહેતા સમગ્ર ગુજરાતમાંથી ''મેઘરાજા''ને વિદાઇ ગમતી નથી.

કમોસમી વરસાદ અવિરત ચાલુ રહેતા હવે તો ખેડુતોના આજીવિકા પર ખતરો મંડાય રહ્યો છે. હવે તો 'મેઘરાજા'ની કૃપાથી રામ બચાવે તેવુ ગુજરાત ભરના ખેડુતો ઇચ્છી રહ્યા છે.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજીમાં આજે સવારથી ભારે બફારા બાદ બપોરે ૩-૧૫ કલાકે અચાનકજ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેદ્યરાજાએઙ્ગ જાણે તાંડવ નૃત્ય કરી હોય એ પ્રકારે વરસાદ આવતા એક કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો

આ સાથે ધોરાજીના અનેક વિસ્તારોમાં બરફના કરા પડયા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ત્રણ દરવાજા હોકળા કાંઠા જેતપુર રોડ ગેલેકસી ચોક સ્ટેશન રોડ બહારપુરા નદી બજાર વિગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

એક કલાકમાં બે ઇંચ જેવો વરસાદ અચાનક જ આવી જતા લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા ગઈકાલે જ રાજય સરકારે ખેડૂતોને સહાય આપવા બાબતે જાહેરાત કરી બાદ અચાનક જ બે ઇંચ જેવો વરસાદ પડી જતા ઉભા પાકને દ્યણી બધી નુકસાની વેઠવી પડી હોય તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા હતા.ઙ્ગઆ બાબતે ધોરાજી શહેર અને તાલુકામાં પણ ભારે વરસાદ ને કારણે આમ જનતાને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા

બસ હવે તો ખમૈયા કરો તેવી મેદ્યરાજાને અનેક લોકોએ પ્રાર્થના કરી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છ.ે અને કપાસના ઉભા પાક તથા ખેતરમાં પડેલ મગફળીના પાકને નુકશાની થયેલ છે ૧ર૦ ટકા વરસાદ પડયા પછી પણ હજી માવડા પીછો નહી મુકતા જગતનાતાતની સ્થિતિ દયાજનક બની ગયેલ છે. હજી ગઇ કાલેજ સરકારે પાક નુકશાનીના વળતર પેટે ૬૦૦ કરોડની સહાય જાહેર કરી તો ફરીને ભારે વરસાદ વિજળી પવન સાથે પડતા ખેડુતો વિમાસણમાં મુકાઇ ગયેલ છે ભોર વરસાદના લીધે કલાકો સુધી વિજળી ગુલ થઇ ગયેલ હતી.

માળીયાહાટીના

માળીયાહાટીનામાં કાલે બપોર બાદ વાતાવરણ પલટો આવ્યો હતો વાદળછાયુ વાતાવરણ થઇ ગયું હતું. વાડી વિસ્તાર ભાડ વાળી રતળા વડી તેમજ તાલુકાના અમરાપુર કાત્રાસા વીરડી જલંધર ગીર પંથકના ગામોમાં ૩ વાગે અનરાધાર વરસાદ થયો હતો આ વરસાદથી ઘઉ અને ચણાના પાકને મોટામાં મોટુ નુકસાન થયું છ.ે ખેતરોમાં પડેલો ચારાને પણ નુકશાન થયું છ.ે અમરાપુર ગીર ગામે વીજળી પડતા એક ખેડુતના ૩પ હજાર બળદ મારી ગાયનું જાણવા મળે છે આમ આ કમોસમી વરસાદથી ખેતરોમાં ધોવાણ કરી નાખેલું છ.ે

ઢાંક

ઢાંકઃ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે બપોર પછીના સમયમાં વિજળીના કડાકા ભડાકા સાથે તથા બરફના કરા સાથે માત્ર અડધા કલાકામાં ર ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.

આ કમોસમી વરસાદ થતા ઉભા પાકને તેમજ ઘાસચારાને નુકશાન થયેલ છે. ખેતરોમાં લોકોને કપાસ માંડવી તેમજ નીણ જેવા પાકો ઉભા હતા જે વરસાદ વરસતા ઉભા પાકને નુકશાન થયેલ છ.ે ખેડુતોમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે.

(11:51 am IST)