Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ભુજમાં પત્ની સાથેના અણબનાવમાં સાસરિયાઓ દ્વારા પતિ સુલેમાનનું ખૂન

દીકરીના કબ્જા માટેની બબાલમાં પત્ની, સસરા, સાસુ, બે સાળાઓએ જમાઈને પતાવી નાખ્યો, લાશ છેક ભચાઉ ફેંકી આવ્યા

ભુજ,તા.૧૫: ભચાઉ પાસે મૃત હાલતમાં મળી આવેલ ૩૫ વર્ષીય યુવાનની લાશનો ભેદભરમ પોલીસે ઉકેલી લીધો છે. હત્યા કરેલી હાલતમાં મળી આવેલ આ યુવાન પાટવાડી નાકા બહાર જમાદાર ફતેહમામદના હજીરા પાસે રહેતો હોવાનું અને તેનું નામ સુલેમાન આમદ સરકી હોવાનુ ખુલ્યું હતું.

૩૫ વર્ષીય સુલેમાન ગત તા/૧૦/૧૧ ના ગુમ થયો હોવાની ફરિયાદ તેના પરિવારજનોએ કરી હતી. જોકે, ભચાઉ પાસેથી લાશ મળી આવ્યા બાદ મૃતક સુલેમાનના ભાઈ સીદીક સરકીએ આરોપ મૂકયો હતો કે, પોતાના ભાઈની હત્યા ભાઈના જ સાસરિયાઓએ કરી છે.

આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતક યુવાન સુલેમાન સરકીનો મૃતદેહ મળ્યા બાદ તેના ભાઈ સીદીક સરકીએ કરેલ ફરિયાદ અને આક્ષેપને પગલે ઝડપભેર કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મૃતક સુલેમાનની હત્યા અંગે તેના ભાઈ સીદીકે પોતાના ભાભી સલમા સુલેમાન સરકી, ભાઈના સાસરિયાઓમાં સસરા અમિર અન્સારી, સાસુ અસના અન્સારી, સાળાઓ સોએબ અન્સારી, સમીર અન્સારી અને એક અન્ય શખ્સ હાજી ઉર્ફે રોહિત ચમાર નામના શખ્સ ઉપર આરોપ મૂકયો હતો.

આ અંગે સીદીક સરકીની ફરિયાદ દાખલ કરીને ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરી છે. સલમાનની હત્યા કર્યા બાદ તેની લાશ ભચાઉમાં ઓવરબ્રિજ નીચે ફેંકી દેવાઈ હતી. જોકે, આરોપીઓની અટકાયત અને પૂછપરછ દરમ્યાન પતિ સલમાનની હત્યાનું કારણ તેની પત્ની સલમા સાથે અણબનાવ તેમ જ બન્નેની એક પુત્રીનો કબ્જો મેળવવા થઈ હોવાનું ખુલ્યું છે.

અણબનાવને કારણે સલમા પોતાના માવતરે રહેતી હતી. હત્યાના દિવસે સલમાન સાસરિયે ગયો ત્યારે બન્ને વચ્ચે બોલાચાલી અને પુત્રીને લઈ જવાના મુદ્દે ઝદ્યડો થતાં તેના બન્ને સાળાઓ, સસરા, સાસુ તેમ જ પત્નીએ ઉશ્કેરાઈને લાકડીઓ તેમ જ ગડદા પાટુનો માર મારતાં ૩૫ વર્ષીય સલમાન સરકીનું મોત થયું હતું.

પોતાના હાથે ખૂન થયું હોવાનો અહેસાસ થયા બાદ સલમાનના સાસરિયાઓએ હાજી ઉર્ફે રોહિત ચમારની ટાટા સુમો ગાડીમાં લાશ લઈ જઈ ભુજથી છેક ભચાઉ જઈને ફેંકી દીધી હતી. જોકે, કપડાં તેમ જ તાવીજના કારણે તેની ઓળખ થયા બાદ મૃતક સલમાનનો સાસરિયા સાથે ઝદ્યડો થયો હોવાની જાણ થઈ હતી અને આખો બનાવ બહાર આવ્યો હતો.

(11:25 am IST)
  • દિલ્હીમાં ઓડ ઇવન સ્કીમનો આજે છેલ્લો દિવસ : 4 નવેમ્બરના રોજ શરૂ કરાયેલી સ્કીમ હવાઈ પ્રદુષણના વધી રહેલા ખતરાને કારણે લંબાઈ શકે : હજુ સુધી દિલ્હી સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન જાહેર કરાયું નથી access_time 12:13 pm IST

  • ''આઇએનએકસ'' મીડીયાના ઇડીના કેસમા કોંગી નેતા-પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને મોટો ઝાટકોઃ દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધી access_time 4:06 pm IST

  • અમેરિકાના લોસ એન્જલિસમાં સ્કૂલની અંદર અંધાધૂંધ ગોળીબાર : છ ઘાયલ : દક્ષિણી કેલિફોર્નિયામાં એક હાઈસ્કૂલમાં ગોળીબાર : લોસ એન્જલિસ કાઉન્ટ્રી ફાયર બ્રિગેડ મુજબ ફાયરિંગની ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે access_time 1:02 am IST