Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વાંકાનેરના વાલાસણ જવાના રસ્તે રેવન્યુની જગ્યામાં દબાણ કરાતા રજૂઆત

 વાંકાનેર તા.૧૫ : વાંકાનેર મિતાણા ચોકડી ઉપર ફોરલેન રસ્તો બનતો હોઇ નેકનામ અને વાંકાનેરના વાલાસણ જવાના રસ્તે રેવન્યુની જગ્યામાં કેટલાક લોકોએ ગેરકાયદે દબાણ કરતા મિતાણાના સામાજીક આગેવાન ઓસમાણ મામદભાઇ ઠેબાએ મોરબીના કલેકટર તથા નાયબ કલેકટર તથા કાર્યપાલક ઇજનેર (માર્ગ અને મકાન વિભાગ) તેમજ મામલતદાર ટંકારા, કાર્યપાલક ઇજનેર ડેમી ૧ સિંચાઇ વિભાગ અને તલાટી મંત્રી ગ્રા. પંચાયત મિતાણાને અરજી કરતા જણાવેલ કે મિતાણા ગામે પેટ્રોલ પંપ પાસે એક તરફ નેકનામ જવાનો રસ્તો છે અને તેના સામે વાલાસણ જવાનો રસ્તો છે.

આ ચાર રસ્તા ઉપર ફલાય ઓવરબ્રીજ બને છે તે ફલાયઓવર નીચે રોડ ટચ સર્વેનં. ૭૨૯ ની સરકારી ખરાબાની જમીનમાં અનેક આસામીઓએ ગેરકાયદે દબાણો ઉભા કરેલા છે. જેમાં ચા પાન ઇલે. માલસમાન કટલેરી ઠંડાપાણી નાસ્તા વગેરેની કેબીનો આડેધડ ખડકી દીધેલ છે. ત્યાથી આ ચાર રસ્તા પર જવુ હોય તો મુશ્કેલ છે.

તાલુકાના વાલાસણ જવાના રસ્તે પણ લાઇનબંધ કેબીનો મુકાઇ જતા અને પાણીની કેનાલ ઉપર પણ રાત્રીના ૮-૩૦ પછી આવારાગર્દી  મારામારી તથા દારૂ પીધેલા માણસો મોડી રાત સુધી અડ્ડા જમાવે છે. આ કેબીનોના દૂષણને લીધે દબાણકારોએ અમારા પૌત્ર રફીક અઝીઝભાઇ ઉપર લોખંડના પાઇપ હોકી તથા રીવોલ્વર જેવા હથિયારથી હૂમલો કરી, મારામારી કરી હાથ પગમાં ઇજાઓ કરવાનો બનાવ આ ગેરકાયદેસર પેટ્રોલપંપ પાસે દબાણો કેબીનો  બનેલ છે ઉપરોકત દબાણકારોમાં ૨૮ જેટલા દબાણકારોના નામો પણ અરજદારોએ દર્શાવ્યા છે.

જયારે પોલીસે તા.૨૧-૬-૧૯ના રોજ  હુમલાખોરો સામે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪,૫૦૬-ર તથા રાયોટીંગની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯ તેમજ હથિયારધારાની ૩૭-૧-૩૫ ૨૫-૧, ૨૫-૧, ૧બીએ મુજબ બાબુ છગન બસીયા, જયદીપ બાબુભાઇ, રાહુલ બાબુભાઇ, વિક્રમ જેઠાભાઇ, જેઠાભાઇ નથુભાઇ, પીઠા નથુભાઇ, લાલો હીરાભાઇ, ભરત જીવાભાઇ, સંજય ગેલાભાઇ, બાબુ કાનાભાઇ વગેરે સામે કાર્યવાહી કરેલ છે.

અરજદારની રજૂઆતો અન્વયે કલેકટરશ્રી મોરબી તરફથી નિયમાનુસાર કાર્યવાહી કરવા મામલતદારશ્રીને જણાવાયેલ છે. તેમજ અરજદારની અરજીના અનુસંધાને શરતભંગની પુર્તતા કરી નાયબ કાર્યપાલક ઇજનેર (મા.મ.વિભાગ) મોરબીએ અરજદારને પ્રત્યુતર પાઠવેલ છે. ઉપરોકત બાબતે પીજીવીસીએલને અરજદારની અરજી અન્વયે માહિતી અધિકારમાં ગેરકાયદે દબાણોમાં આવેલા વિજ કનેકશનો દૂર કરવાની લેખીત નોંધ અરજદારને અપાયેલ છે. આ કાર્યવાહી બાદ ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમજ જે જે લોકોએ દબાણો કરી ગેરકાયદે વિજળી કનેકશનો એટલે કે લંગરીયા લાઇટ કને. લીધેલ છે. તેવા ૩૦ થી ૩૫ આસામીઓએ પીજીવીસીએલ દ્વારા તા.૨૯-૯-૧૯ના મીતાણા નેકનામ પરના દબાણકારોને નોટીસો પાઠવેલ છે.

પરંતુ આજ સુધી કોઇ ગેરકાયદે દબાણો કે ગેરકાયદે લાઇટ કનેકશનો દૂર કરવામાં ન આવતા આ કેસના અરજદાર ઉસ્માન મામદ ઠેબાએ ફરી આજે મોરબી જીલ્લા કલેકટર પાસે રજૂઆત કરતા દબાણ કર્તાઓમાં ફરી ફફડાટ જોવા મળે છે. આ સાથેના ગેરકાયદે લીધેલા વિજકનેકશનો તથા ગેરકાયદે બાંધકામો અને મોરબી રાજકોટ નેકનામ મીતાણા ચોકડીના તસ્વીરોમાં દબાણો દ્રશ્યમાન થાય છે.

(11:21 am IST)