Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

માયાપુર ગામે નર્મદા કેનાલનું પાણી ખેતરમાં ભરાયું:પાક સુકાઇ રહ્યો છે

હળવદ,તા.૧૫: તાલુકા ભર માં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે તેવામા મયાપુર ગામે જે ખેડૂતોને થોડો દ્યણો કપાસ બચ્યો છે તેમાં નર્મદા પેટા કેનાલનું પાણી દ્યુસી જતા પાક સૂકાતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

હાલ ખેડૂતો કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની વેઠી રહ્યા છે ત્યારે મયાપુર ગામે ગામ પાસેથી પસાર થતી છ નંબરની નર્મદા પેટા કેનાલ મીયાણી સુધી જ બની હોય જેથી તેમાં પાણી છોડવામાં આવે છે અને આપણી મિયાણી ગામની સીમમાંથી માયાપુર ની સીમ માં પાછું ખેડૂતોના ખેતરમાં ભરાઈ જાય છે

જેથી આ સમસ્યા અંગે હળવદ શહેર ભાજપ ઉપપ્રમુખ હમીરભાઈ દ્વારા નર્મદા કેનાલના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ માવઠાને કારણે મા યાપુર ગામના ખેડૂતોને જે થોડો દ્યણો કપાસ બચ્યો છે કે કપાસના ખેતરમાં નર્મદા કેનાલનું પાણી ભરાઇ જતાં કપાસ સુકાતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે સાથે જેમાં પણ કરી રહ્યા છે કે નર્મદા કેનાલના અધિકારી દ્વારા વહેલી તકે મીયાણી ગામ થી જે કેનાલનું કામ બાકી છે તે પૂરું ન થાય ત્યાં સુધી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરે અને તાત્કાલિક બાકી રહેલ કેનાલનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

(11:13 am IST)