Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોરબી સહીત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ દામજી ઉર્ફે ડાલીયાને ટંકારા પોલીસે ઝડપી લીધો

 

મોરબી જીલ્લા સહીત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ ઇસમને ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ. એલ.બી.બગડાની સુચનાથી ટંકારા પોલીસના એમ.કે.બલોચ, વિક્રમભાઈ ફૂગસીયા, વિશ્વરાજસિંહ ઝાલા અને પ્રવીણભાઈ મેવાને મળેલ બાતમીના આધારે મોરબી જીલ્લા સહીત રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ(ભુજ) જીલ્લામાંથી માસ માટે હદપાર કરેલ દામજીભાઈ ઉર્ફે ડાલીયો અજમલભાઈ વાઘેલા (.૩૨) રહે-ટંકારા અમરાપર રોડ વાળો ટંકારા અમરાપર રોડ પર આવેલ દેવીપૂજકવાસમાં હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે ત્યાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:47 am IST)