Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા શેતલબેન શેઠના હસ્તે ગરબે રમતી જામનગરની ૧પ હજાર બાળાઓને લ્હાણી વિતરણ

જામનગર તા.૧પ : શહેર જિલ્લામાં સેવાકાર્યોમાં સતત કાર્યરત અને ખાસ કરીને મહિલા બાળ ઉત્કર્ષની સેવાકીય પ્રવૃતિ કરતાં સંસ્કૃતિ ફાઉન્ડેશન  દ્વારા આ વર્ષે નવરાત્રી પર્વ નિમિતે જામનગર શહેરના વિવિધ ગરબી મંડળોમાં ગરબે  ઘુમતી પંદર હજાર બાળાઓને લ્હાણી વિતરણ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શેતલબેન શેઠના હસ્તે તેમજ ટીમ તથા આગેવાનો સાથે કરવામાં આવ્યુ હતું.

શેતલબેન શેઠ જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મેઇક ઇન ઇન્ડીયા  વોકલ ફોર લોકલ સંદેશને ધ્યાને લઇને જે દિકરીઓએ  કોરોનાકાળ દરમિયાન પિતાની છત્રછાયા ગુમાવેલ તેઓ દ્વારા બનાવેલી આકર્ષક આઇટમને પસંદ કરી તેનું પંદર હજાર બાળાઓને વિતરણ કરવામાં આવ્યુ઼ છે.

જમાનગરની ગરબીઓમાં, મા અંબે સ્વરૂપ રમતી દિકરીઓનો ઉત્સાહ વધારવા અને લ્હાણી વિતરણ કરવા ભાજપના પુર્વ કેબીનેટ મંત્રી, પરમાનંદભાઇ ખટર જોડાયા અને તેમની સાથે પુર્વ શહેર પ્રમુખ હિતેનભાઇ ભટ્ટ, ભાજપ પુર્વ શહેર પ્રમુખ અશોકભાઇ નંદા પણ જોડાયા અને સંસ્કૃતિ ફાઉન્ડેશનના પ્રણેતા શેતલબેન શેઠને પ્રેરણા પુરી પાડી.

જામનગર શહેરના વિવિધ વિસ્તારો, શેરી-ચોકમાં ગરબી મંડળો દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં શેતલબેન શેઠ તથા ટીમના કાર્યકર્તાઓએ સ્થાનિક આગેવાનો કોર્પોરેટરો, વડીલોને સાથી રાખીને લ્હાણી વિતરણ કર્યુ હતુ.

શહેરમાં દરેક  ગરબી મડળોમાં  રૂબરૂ જઇને દરેક દિકરીને તથા આયોજકોને અભિનંદન પત્ર અને લ્હાણી વિતરણના કાર્યોમાં ભાજપના પુર્વ મેયર હસમુખભાઇ જેઠવા પુર્વ મેયર પ્રતિભાબેન કનખરા, જે.એમ.સી. પુર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શશીકાંતભાઇ પુંજાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા કોર્પોરેટર, અમિતાબેન બંધીયા, કોર્પોરેટર પ્રભાબેન ગોરૈયા, કોર્પોરેટર સોનલબેન કણજારીયા, પુર્વ કોર્પોરેટર સુરેશભાઇ આલરીયા બંધીયા, કોર્પોરેટર પ્રભાબેન ગોરેચા, કોર્પોરેટર સોનલબેન કણજારીયા, પુર્વ કોર્પોરેટર સુરેશભાઇ આલરીયા, યોગેશભાઇ કણજારીયા, પ્રવિણભાઇ કટેશીયા (તાલુકા ભાજપ મહામંત્રી)૪ જામનગર સતવારા સમાજ મોરકંડાના પ્રમુખ ભનાબાપા, વિસા ઓસવાળ સમાજના પ્રમુખ, રિતેશભાઇ ધનાણી, કચ્છી ભાનુશાળી સમાજના પ્રમુખ બાબુભાઇ ભાનુશાળી, લક્ષ્મીદાસભાઇ ભાનુશાલી, મહેન્દ્રભાઇ ભદ્રા  અને અન્ય ટ્રસ્ટીઓ, જેન્તીભાઇ ગોરી, જયભાઇ શાહ, હર્ષિલભાઇ શાહ, જશ્મીનભાઇ મહેતા, મુકેશભાઇ મહેતા, જે.ડી.ભાઇ ભાનુશાલી જોડાયા હતા અને આ સેવાકાર્યમાં સહકાર આપ્યો હતો. સાથે સાથે નિમિષાબેન ત્રિવેદી (એડવોકેટ), હર્ષાબેન રાવલ, ગીતાબેન દવે, પુર્ણાબા રાઠોડ, મનીષાબેન સકડેચા, ચાંદનીબેન મેહુલભાઇ પંડયા, ચેતનાબેન ઠકકર (પ્રમુખ ડીવાઇન કલબ) ક્રિષ્નાબેન ઠકકર (તલાટી - મંત્રી, જામનગર), ગોપીબેન લાખાણી, વિશાખાબેન, મોસમીબેન કનખરા, પુનમબેન જોષી, દિપાલીબેન ડોડીયા, જિનલબેન મારૂ, મમતાબેન મહેતા, ભાવિષાબેન ધોળકીયા, શાંતિલાલભાઇ બારડ, મેહુલભાઇ પંડયા, પાર્થભાઇ શુકલ, સાગરભાઇ જગતિયા (ભાજપ- જામનગર શહેર યુવા મોરચા -કારોબારી સભ્ય) સચિનભાઇ લાખાણી, આરીફભાઇ ફોટોગ્રાફરનો મારી સાથે જોડાવા બદલ આભાર માન્યો હતો.

(12:35 pm IST)