Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગોંડલની ગીર ગૌકૃષિ જતનની મુલાકાતે પુરૂષોતમભાઇ

ગોંડલ : ૩ કી.મી. દૂર આવેલી શ્રી ગીર ગૌ જતન સંસ્થાનની શુભેચ્છા મુલાકાતે કેન્દ્રીય મંત્રી મત્સ્ય ઉદ્યોગ તથા પશુપાલન મંત્રી પુરુષોત્ત્।મ રૂપાલા આવ્યા હતા તથા તેમની સાથે ટીમ સદસ્યો રમેશભાઈ ધડુક સંસદ સભ્ય પોરબંદર, ગૌચર વિકાસ આયોગના ચેરમેન તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ચેરમેન વલ્લભભાઈ કથીરિયા, ગૌપાલન ઉદ્યોગનાં પ્રણેતા તથા સૌરાષ્ટ્ર એનિમલ વેલફેર બોર્ડનાં ડાયરેકટર અને હેલ્પલાઇન સંયોજક મિત્ત્।લ ખેતાણી પણ જોડાયેલ. આ સર્વ સદસ્યો મહાનુભાવોનું શ્રી ગીર ગૌ કૃષિ જતન સંસ્થાનનાં સંસ્થાપક રમેશભાઈ રૂપારેલિયા તથા નાનજીભાઈ, સહ પરિવારે સ્વાગત અભિવાદન કર્યું હતું તથા સંસ્થાનની વિગતોથી વાકેફ કર્યા હતા તે તસ્વીર.

(11:29 am IST)