Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

માંગરોળમાં પોણા ત્રણ લાખની ચોરી

માંગરોળઃ અત્રેના વેરાવળ રોડ પર બિલ્ડીંગ મટીરીયલ્સની દુકાન ધરાવતા અહેમદરજાખાન ઇકબાલખાન તુર્ક શાપુર રોડ પર આવેલી ઝમઝમ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે. રોજના ક્રમ મુજબ સવારે વેપાર ધંધાર્થે દુકાને ગયા હતા. બપોરે ઘરે તાળુ મારી જમવા ગયા હતા.  ત્યાંથી બપોરે બે વાગ્યે ઘરે આવતા ડેલાનુ તાળુ ખોલી અંદર પ્રવેશ્યા બાદ હોલનુ તાળુ થોડું વળી ગયેલું અને ખુલ્લુ હોય શંકા ગઇ હતી. ત્યારબાદ રૂમમાં જતા કબાટ અને તિજોરીના ખાના ખુલ્લા હતા. જેમાં કબાટમા રાખેલા રોકડ રૂ. ૯પ હજાર, ૧.ર૦ લાખનો સોનાનો ચાર તોલાનો સેટ, સોનાની બુંટી, વીંટી, એક તોલાનો સોનાનો બ્રેસલેટ ચાંદીના સાકળા સહીતના દાગીના મળી રૂ. ર.૮૦ લાખની ચોરી થઇ હતી. પાડોશીને પુછતા તેઓએ સીડી પર અજાણ્યા શખસને જોયો હોવાનુ જણાવેલ હતુ. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(12:38 pm IST)