Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

શેત્રુંજી ડેમમાં ૨૮.૯ ફૂટે સપાટી પાણી પહોંચ્‍યુ : બોરતળાવમાં ૩૬.૯ ફૂટે પાણી આવ્‍યું : હમીરપરા અને માલણ બે ડેમ ઓવરફ્લો

ભાવનગર : જિલ્લામાં જળ સિંચન પ્રવૃત્તિમાં આશિર્વાદરૃપ બની રહેલા ડઝન જળાશયો પૈકી શેત્રુંજી, રજાવળ, રંઘોળા, રોજકી, પિંગળીની ધીમીગતિએ આવક ચાલ છે, જ્યારે જેમાં શેત્રુંજી ડેમમાં ૨૮.૯ ફૂટે પાણી હિલોળા મારે છે, તો શહેરને પિવાના પાણીના સોર્સ બોરતળાવમા પણ ૩૬.૯ ફૂટની સપાટીએ પાણી પહોંચી ગયું છે. એકાદ ફૂટ આવક વધે તે પહેલા બોરતળાવના સ્કેચમીટરમાં આવતા દુઃખી શ્યામ બાપા સર્કલ પાસેના ખુલ્લા દરવાજા બંધ કરવા પડશે.

ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનમાં હમીરપરા અને માલણ બે ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે બોટાદ જિલ્લામાં સુખભાદર, ખાંભડા અને ઉતાવળી ગુંદા ડેમ ઓવરફ્લો થયા છે. ભાવનગરના ડઝન જળાશયો પૈકીના શેત્રુંજી ડેમ સહિતના કેટલાક જળાશયોમાં ધીમીગતિએ નવા નીરની આવક ચાલુ છે. જોકે હાલમાં મેઘરાજાએ વિરામ લઈ લીધો છે.

અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર આવક થઈ છે જોકે, મહુવા પંથકમાં ભારે વરસાદના લીધે આ વિસ્તારના ડેમ ઓવરફ્લો થયા છે, બાકીના જળાશયોમાં આવક થઈ છે. પરંતુ જળાશયોમાંની સપાટીમાં ધીમીગતિએ વધારો થયો છે.

(11:58 am IST)