Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

જૂનાગઢના કાથરોટા ગામે જુગાર રમતા ૮ શખ્સોની રૂ. ર.૩૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

તાલુકા પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ

જુનાગઢ, તા. ૧૪ : જુનાનાગઢ કાથરોટા ગામે જુગાર રમતા ૮ શખસોની પોલી.ે રૂ. ર.૩૪ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

જુનાગઢ તાલુકાના કાથરોટા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે તાલુકા પીએસઆઇ પી.બી. લકકડ અને સીપીઆઇ  વગેરએ એસપી સૌરભ સિંઘની સુચના અને ડીવાયએસપી  એમ.એસ. રાણાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે દિનેશ દામજી ધોણા, સંજય પરસોતમ રાદડીયા, પ્રેમજી પ્રાગજી પારખીયા, અશ્વિન મેઘજી ડાવરીયા, કિરીટ જમન સીદપરા, યોગેશ કાનજી વઘાસીયા, અતુલ ગોબર ડાવરીયા, અને રિજેશ મગન પોકીયાને રૂ. ૭૦૯૯૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ, મોબાઇલ , વાહનો સહિત રૂ. ર,૩૪,૯૯૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(3:44 pm IST)
  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST