જૂનાગઢના કાથરોટા ગામે જુગાર રમતા ૮ શખ્સોની રૂ. ર.૩૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
તાલુકા પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ
જુનાગઢ, તા. ૧૪ : જુનાનાગઢ કાથરોટા ગામે જુગાર રમતા ૮ શખસોની પોલી.ે રૂ. ર.૩૪ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
જુનાગઢ તાલુકાના કાથરોટા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે તાલુકા પીએસઆઇ પી.બી. લકકડ અને સીપીઆઇ વગેરએ એસપી સૌરભ સિંઘની સુચના અને ડીવાયએસપી એમ.એસ. રાણાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે દરોડો પાડયો હતો.
જેમાં પોલીસે દિનેશ દામજી ધોણા, સંજય પરસોતમ રાદડીયા, પ્રેમજી પ્રાગજી પારખીયા, અશ્વિન મેઘજી ડાવરીયા, કિરીટ જમન સીદપરા, યોગેશ કાનજી વઘાસીયા, અતુલ ગોબર ડાવરીયા, અને રિજેશ મગન પોકીયાને રૂ. ૭૦૯૯૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં.
પોલીસે જુગારીઓ પાસેથી રોકડ, મોબાઇલ , વાહનો સહિત રૂ. ર,૩૪,૯૯૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.