Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભાવનગરમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા તથા શહીદોને અંજલી અર્પી

ભાવનગર,તા.૧૬: ૭૨માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારના રાજમાર્ગો ઉપર ત્રિરંગાયાત્રા તથા યાદ કરો કુરબાની કાર્યક્રમને લીલી ઝંડી આપી મહાનગરપાલિકાના મેયરશ્રી મનહરભાઈ મોરીએ જવાહર મેદાન ખાતેથી સાંજે પ્રસ્થાન કરાવયું હતું.

આ ત્રિરંગાયાત્રામાં સૌથી આગળ પોલીસ એસ્કોટીંગ જીપ ત્યાર બાદ મોટી ખુલ્લી ટ્રફમાં પોલીસ બેન્ડ સાથે જવાનો જોડાયા હતા. તેમની પાછળ ૭૨ બાઈક સવારો કુલ ૧૪૪ જેટલા યુવાનો જોડાયાક હતા. આ ઉપરાંત બાઈક સવારોની પાછળ મોટી સંખ્યામાં અન્ય બાઈક સવારો પણ જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ સાથેની જીપમાં ક્રાન્તીકારીશ્રીઓ ગાંધીજી, સરદાર પટેલ અને ચંદ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભીત કરવામાં આવેલ.

આ યાત્રાનો આરંભ પોલીસ એસ્કોટીંગ સાથે જવાહર મેદાન ભાવનગર ખાતેથી રબ્બર ફેકટરી, માધવદર્શન, મોતીબાગ, ઘોઘાગેટ, હલુરીયા ચોક, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સરદારનગર, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, પરિમલ ચોક, રીલાઈન્સ મોલથી પરત જવાહર મેદાન ખાતે ત્રિરંગાયાત્રા આવી પહોંચી હતી. ત્રિરંગાયાત્રાના સમાપ્ન કાર્યક્રમમાં ભાવનગરના  મહાનગરપાલિકાના મેયરશ્રી મનહરભાઈ મોરી દ્વારા માશલ સમક્ષ નાગરિકો દેશ પ્રત્યે પ્રતિજ્ઞાઈ સમર્પણનો સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો અને ત્રિરંગાયાત્રા તથા યાદ કરો કુરબાની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ ત્રિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રવિણ માલ, મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, સીટી મામલતદારશ્રી, પ્રાંન્ત અધિકારીશ્રી મીયાણી તથા મહાનુભાવો અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટુડન્ટ કેડેટ, કોલેજ/ શાળાના વિદ્યાર્થીઓ, એન.સી.સી.ના કેડેટ તેમજ સ્થાનિક લોકો સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ત્રિરંગાયાત્રામાં જોડાયા હતા.(૩૦.૫)

(1:34 pm IST)