Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વાંકાનેરમાં ભરબપોરે લૂંટનો પ્રયાસઃ ૮૦ વર્ષના જસુબા જાડેજાને ગળા પર છરી ઝીંકાઇઃ સામનો થતાં લૂંટારો ભાગ્યો

મંગળવારે ભરબપોરે લૂંટારો છરા સાથે ઘરમાં ઘુસી ગયોઃ ૮૦ વર્ષના ક્ષત્રિય વૃધ્ધા જસુબા નવલસિંહ જાડેજાને ગળા પર છરી ઝીંકી લૂંટવાનો પ્રયાસઃ વૃધ્ધાએ જબરી હિમ્મત દાખવી સામનો કરતાં લૂંટારો ભાગી ગયોઃ ઘટના સમયે વૃધ્ધાના પુત્રવધૂ બાથરૂમમાં હતાં: તે બહાર આવ્યા ત્યાં લૂંટારો ફરારઃ વાંકાનેર પોલીસે શકમંદની પુછપરછ હાથ ધરી છેઃ ઘાયલ થયેલા જસુબાને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

(1:01 pm IST)