Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વેરાવળની રેયોન ફેકટરી પાસે એસટી બસ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માતઃ મીઠાપુરના દિપક સોલંકીનુ મોતઃ અરૂણ રામને ઇજા

વેરાવળઃ રેયોન ફેકટરીના બીજા ગેટ પાસે મીઠાપુરના યુવાન જઇ રહેલ ત્યારે એસ.ટી. બસ સાથે અથડાઇ જતા મૃત્યુ નિપજેલ હતું.

આ બનાવની વિગત એવી છે કે વેરાવળ રેયોન ફેકટરીના બીજા ગેટ પાસે આજે મોટરસાઇકલ લઇને જઇ રહેલ મીઠાપુરના દીપક પુજાભાઇ સોલંકી અને પાછળ બેસેલ અરૂણ ભીખાભાઇ રામને સોમનાથ રાજકોટ જઇ રહેલ એસ.ટી. બસ નં.જીજે.૧૮.ઝેડ ૨૫૩૪માં ભટકાઇ મોટરસાઇકલમાંથી પડી જતા મોટરસાઇકલ ચાલક દીપક પુજાભાઇ સોલંકીને ગંભીર ઇજાઓ થવાથી સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજેલ હતું જયારે પાછળ બેસેલ  અરૂણ ભીખાભાઇ રામને ઇજાઓ થતા વેરાવળ હોસ્પીટલે સારવારમાં ખસેડેલ હતો. (વિડીયો અને ફોટાઓ રવી બારડ - વેરાવળનાં સૌજન્યથી)

(8:50 pm IST)