Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જામનગરમા ત્રિપલ મર્ડર કેસઃ પૂર્વ નગર સેવક ભવાન સોઢાની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઇઃ હાઇકોર્ટનો આદેશઃ કેસનો રેરેસ્ટ ઓફ ધ રેર ગણ્યો

જામનગર તા. ૧પ : જામનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પૂર્વ નગર સેવક ભવાન સોઢાની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવા હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

જામનગરના ત્રણ દરવાજા નજીક વર્ષો પૂર્વે ટ્રીપલ મર્ડરનો એક કેસ સામે આવ્યો હતો અને તે કેસ એ ગુજરાતભરમાં સારી એવી ચકચાર જગાવી હતી જે કેસમાં મુખ્ય આરોપી તરીકે જામનગરના ભવાન સોઢાને થોડા વર્ષો પૂર્વે જામનગરમાં આપેલ ફાંસીની સજાને આજીવન કેદની સજામાં તબદીલ કરવાનો હુકમ કર્યો છે.

વધુમાં કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણ્યો હતો જો કે ભવાન સોઢાને કેન્સર હોવાથી અને તે છેલ્લા ૧પ વર્ષ ઉપરાંતથી જેલમાં બંધ હોવાના મુદાઓને જોતા આરોપી છેલ્લો શ્વાસ લે ત્યાં સુધીની કેદની સજા ફટકારી...જામનગર સહીત રાજયભરમાં ચકચારી બનેલા આ કિસ્સામાં એક મહિલા અને તેના બે બાળકોની લાશના કટકા કરી અને માળીયામીયાણાના નજીક હાઇવે પર કોથળામાં ફેકી દેવામાં આવ્યા હતા.

(4:40 pm IST)