Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

યુવતીના ફોટા ફેસબુક ઉપર મુકી બદનામ કર્યાની ફરિયાદ

અમરેલી તા.૧પ : બાબરાના બળેલ પીપરીયામાં રહેતા મધુભાઇ કરશનભાઇ સોલંકીની પુત્ર રે.સુખપુર તા. બાબરા (ભગાડી) ગયેલ હોય અને કોર્ટના હુકમ બાદ પુત્રી તેના પિતા સાથે રહેતી હોય કાજલના અગાઉ ફોટા ફેસ બુક એકાઉન્ટમાં અપલોડ કરી નેટ ઉપર મુકી બદનામ કર્યાની ફરીયાદ બાબરા પોલીસમાં નોંધાતા તપાસ હાથ ધરી છે.

કિશોરીને ભગાડી ગયો

બાબરાના અમરાપરામાં રહેતા સુનિલભાઇ લક્ષ્મીશંકર પંડયાની પુત્રીને ઇસુ રમેશ મેણીયા સહિત એક અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરીયાદ બાબરા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

(4:29 pm IST)