Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સાસણમાં સિંહ દર્શન બંધ :દેવળીયા પાર્કમાં સિંહ જોવા મળશે

સાસણ ગીરમાં આજથી સિંહ દર્શનનું વેકેશન શરૂ થયુ છે. જે 16 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. આજથી ટુરિસ્ટો સાસણ ગીરમાં સિંહ જોવા નહી જઈ શકે. આ સમય ગાળો ચોમાસાનો હોય છે. આ સમય સિંહો અને અન્ય વન્ય જીવોનો સંવનન કાળ હોય છે. જેથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગો દ્વારા સાસણગીર સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવે છે. દેવાળિયા પાર્કમાં સિંહ દર્શન કરી શકશે.

(2:53 pm IST)