Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

લખતરનાં ભાસ્કરપરા પાસે ટ્રેનમાંથી પડી જતાં મહિલાનું મોત

વઢવાણ તા.૧૫:લખતરના ભાસ્કરપરા પાસે અમદાવાદ બાજુ જતી ચાલુ ટ્રેનમાંથી અગમ્ય કારણોસર પડી જતાં અજાણી મહિલાનું મોત નિપજયું હતું.

આ અજાણી મહિલાએ કેસરી બલ્યુ કલરની કૃર્તિ અને બ્લેક ચોરણી પહેરેલ હતી, જેતે વ્યકિત સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ ના હે.પો.કો. રમેશભાઇ એમ. પનારીયાનો સંપર્ક કરવો અન્યથા લખતર પોલીસ સ્ટેશન સંપર્ક કરવા વિનંતી અને સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ રમેશભાઇ પનારીયા તથા કૃણાલસિંહ બોરાણા દ્વારા લખતર સી.એચ. સીમાં ખસેડવામાં આવી હતી.

(1:19 pm IST)