Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જામનગર જીલ્લામાં ૫ જગ્યાએ દરોડાઃ જુગાર રમતા ૩૩ શખ્સો ઝડપાયા

જામનગર, તા.૧૫:જામનગર શહેર અને જીલ્લામાં પોલીસે ૫ જગ્યાએ દરોડા પાડીને જુગાર રમતા ૩૩ શખ્સોને ઝડપી પાડયા છે.

જામનગરના પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળનાઓની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ. આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઇ ધાધલને હકિકત મળેલ કે જામનગર શહેરમાં નવાગામધેડ, માસ્તર સોસાયટી, નાધેરવાસમાં અમુક ઇસમો જાહેરમાં ઘોડી પાસના પાસ વડે પેસાની હારજીતનો જુગાર રમે છે. તેવી હકિકત આધારે રેઇડ કરી નીચે મુજબ ના નવ આરોપીઓને રોકડ રૂ.૯૬,૮૦૦/- તથા ઘોડી પાસા નંગ-૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મો.સા નંગ ત્રણ કિ.રૂ ૮૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૧૮૧,૮૦૦/ મુદામાલ સાથે પકડી તમામ વિરૂધ્ધ પો.એડ કોન્સ. કરણસિંહ જાડેજાની ફરીયાદ આધારે એ.એસ.આઇ જયુભા ઝાલાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે. અને રેઇડ દરમ્યાન આરોપીઓ(૧)હીતેન્દ્રસિંહ ઉર્ફે મીથુન અભેસિંહ ઝાલા રહે. નવાગામધેડ, જામનગર(૨) સુખદેવસિંહ વાઢેર રહે. નવાગામધેડ, જામનગર વાળા નાશી ગયેલ છે.

જયારે રજાક નુરમામદ સાયયા રહે. બેડેશ્વર, બેડીનો ઢાળીયો, લક્ષ્મણભાઇ ઉર્ફે લખન રામભાઇ ચાવડા રહે. નવાગામધેડ, જસવંત સોસાયટી, યોગેશભાઇ ઉર્ફે નરેશ ભાસ્કરભાઇ કકડ રહે. નવાગામધેડ, આનંદ સોસાયટી, રવીભાઇ મગનભાઇ ચોહાણ રહે. ભીમવાસ, શેરી નંબર-૧, ધનશ્યામસિંહ લખુભા જાડેજા રહે. નવાગામધેડ, મનોજભાઇ બધુભાઇ ચૌહાણા રહે. નવાગામધેડ. કિશોરભાઇ મનસુખભાઇ મકવાણા રહે.  ભીમવાસ, શેરી નંબર-૨, જેન્તીભાઇ બાવનભાઇ કબીરા રહે. ગણેશવાસ, ને અશ્વિનભાઇ કિશોરભાઇ રહે. ભીમવાસ, શેરી નંબર-૩ ઝડપી પાડેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ આર.એ.ડોડીયાના માર્ર્ગદર્શન મુજબ પો.સ.ઇ શ્રી વી.એમ.લગારીયા તથા શ્રી. વી.વી. વાગડીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપભાઇ ખાચર, રામદેવસિંહ ઝાલા, દીલીપભાઇ તલાવડીયા, મિતેશભાઇ પટેલ, નિર્મળસિહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ, નિર્મળસિહ એસ. જાડેજા, કમલેશભાઇ રબારી, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા એ.બી.જાડેજા, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુરપાલસિંહ કિરીટસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૬–ર૦૧૮ના  કુંભારવાડો ઈટુના ભઠ્ઠા પાસે, ઝાખર ગામે આ કામના આરોપીઓ નરેન્દ્રસિંહ ઉર્ફે નયલો ભીખુભા ચુડાસમા, ધનજીભાઈ પ્રભુભાઈ પરસોડા, સહદેવસિંહ રેવુભા ઝાલા  રે. ઝાખર ગામ, તા.લાલપુર, જિ. જામનગરવાળા એ ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર જાહેર જગ્યામા પૈસા મુકી ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી કુલ રૂ.ર૯૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

હાલાર હાઉસ પાસેથી મોટરસાયકલ ચોરાયું

 અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નરેશ વેરશીભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૬–ર૦૧૮ના હાલાર હાઉસ, બુઘ્ધ એન્ટરપ્રાઈઝ નામની અનાજ કરીયાણાની દુકાન પાસે, જામનગરમાં આ કામના ફરીયાદી નરેશભાઈએ પોતાનું હીરોહોન્ડા સ્પલેન્ડર પ્લસ રજી.જી.જે.૧૦ બી.એલ. પ૧૦પ મોટરસાયકલ કિંમત રૂ.રપ,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સગીરવયની બાળાને ઉઠાવી જતો અજાણ્યો શખ્સ

જામનગર :અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે કે,ફરીયાદીના સગીર વયની પુત્રી ને આ કામનો આરોપી કોઈ અજાણ્યો માણસ તેઓના વાલીપણાથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈલ જઈ ગુનો કરેલ છે.

સણોસરી ગામની સીમમાં નવ ઝડપાયા

 લાલપુર પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.શાખાના હેડ કોન્સ. રામદેવસિંહ મહિપતસિંહ ઝાલાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૬–ર૦૧૮ના સણોસરી ગામની સીમ , રામાપીરના મંદિર પાછળ, રણુજાવાળી સીમ, તા.લાલપુર જિ. જામનગરમાં આ કામના આરોપી ગીરધર માણાવદરીયા, મગન પરષોતમ ભરાડીયા, ગોવિંદ બાબુભાઈ ધ્રાગુ, ભાવેશ દેવાભાઈ કેર, દેવાણંદભાઈ માલદેભાઈ નંદાણીયા, નિલેશ પુનાભાઈ ચંદ્રવાડીયા, દિનેશ ઉર્ફે દિનુ ધનાભાઈ રાઠોડ, અશોક મારખીભાઈ વાણીયા, હેમત કારાભાઈ નંદાણીયા, એ પોતાના કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજી પતાના પાના તથા પૈસા વડે જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન ગંજી પતાના પાના નંગ પર તથા રોકડા રૂ.૧૦ર૦૦૦/– તથા મોટસાયકલ –૧, કિંમત, રૂ.૪૦,૦૦૦/– તથા અટીંગા કાર –૧ કિંમત રૂ.૬,૦૦,૦૦૦/– મળી કુલ રૂ.૭૪ર૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

મેમાણા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.શાખા જામનગરના દિલીપભાઈ નાગરભાઈ તલવાડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૬–ર૦૧૮ના મેમાણા ગામની ઉતર બાજુ બજાણીયા સીમમાં, આ કામના આરોપી ધર્મેન્દ્રસિંહ દિલુભા જાડેજા, ભરતસિંહ ભવાનસિંહ જાડેજા, મહિપતસિંહ હેમતસિંહ જાડેજા, પ્રતાપસિંહ અભેસિંહ જાડેજા, નટુભા નવલસંગ જાડેજા, નીતિનસિંહ લાલુભા જાડેજા, દશરથસિંહ મહોબતસિંહ જાડેજા, રે. મેમાણા ગામ, તા.લાલપુર, જિ. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રેઈડ દરમ્યાન ગંજીપતાના પાના નંગ– પર તથા રોકડા રૂ.૧૧ર૦૦/– તથા ૬– મોટરસાયકલ કિંમત રૂ.૧૪૦૦૦૦/– મળી કુલ રૂ.૧પ૧ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

 પાંચ જુગારીયાઓ ઝડપાયા

સીટી બી ડિવિઝન પોલીસ મથકના એલ.જી.જાડેજાએ તા. ૧પ ના રોજ નવાગામ ઘેડમાં જાહેરમાં જુગાર રમી રહેલા મુસ્તાક હુશેન શેખ, સિદીક ઉર્ફે રજા ઇસ્માઈલ પતાસ, ધર્મેન્દ્ર છગનભાઈ ચૌહાણ, ભુપેન્દ્ર ઉર્ફે ભુટો પ્રભાતસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ લાખાણીને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ર૦૭૦૦ સાથે ઝડપી પાડયા હતા.

(1:14 pm IST)