Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જામનગરમાં મેયર પદે હસમુખ જેઠવા, ડે.મેયર કરશન કરમુર

સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે સુભાષ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી અને દંડક તરીકે જડીબેન સરવૈયાની વરણી

જામનગર, તા., ૧પઃ  ભાજપ શાસીત જામનગર કોર્પોરેશનમાં આજે નવા પદાધિકારીઓની અઢી વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે. જેમા મેયર તરીકે હસમુખભાઇ જેઠવા, ડે. મેયર તરીકે કરશનભાઇ કરમુરની વરણી કરવામાં આવી છે.

જયારે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે સુભાષભાઇ જોષીની વરણી કરાઇ છે. જયારે શાસક પક્ષના નેતા તરીકે દિવ્યેશભાઇ અકબરી (લેઉવા પટેલ)ની તેમજ દંડક તરીકે જડીબેન સરવૈયા(કોળી)ની વરણી કરવામાં આવી છે.

જામનગર કોર્પોરેશન ખાતે આજે બપોરે યોજાયેલ બેઠકમાં તમામ હોદેદારોની વરણી કરવામાં આવી છે. નવા હોદેદારોને સમથર્કોએ ફુલહાર પહેરાવી મીઠા મોંઠા કરાવ્યા હતા.

(1:16 pm IST)