Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પોરબંદર પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હૂમલો કરનારના આગોતરા જામીન મંજૂર

પોરબંદર તા. ૧પ :.. ત્રણેક દિવસ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા ઉપર હૂમલો કરનાર ભરત ઉર્ફે ભલ્લા મૈયારીયાના કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે.

પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની પુર્વ રાત્રીએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હૂમલો કરી નાસી ગયેલ ભલ્લા મૈયારીયાએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જે કોર્ટે મંજૂર કરી છે. એડવોકેટ તરીકે ભરતભાઇ લાખાણી રોકાયા હતાં.

(11:43 am IST)