Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સેવાયજ્ઞ

જૂનાગઢ :સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટને મહાનગરપાલીકા દ્વારા મહિલાઓ માટે આશ્રયનું સંચાલન કરવા માટે સુખનાથ ચોક ખાતે આશ્રમ સ્થળની તમામ જવાબદારી સોપવામાં આવેલ છે. જેમાં શહેરમાં નિરાધાર મહિલાઓને આશ્રય મળી રહે તે હેતુ સાથે સોપવામાં આવેલ. જેમાં મેયરશ્રી આદ્યશકિતબેન મજમુદાર, ગીરીશભાઇ કોટેચા, મહિલા આયોગ જયોતીબેન વાછાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ હતુ.જેમાં ભરતભાઇ ટાંક, દામજીભાઇ પરમાર, વજુભાઇ ધકાણ, બટુક બાપુ, અમુદાનભાઇ ગઢવી, જયશ્રીબેન વેકરીયા, ગીતાબેન મહેતા, કિશોરભાઇ ચોટલીયા, ગીરીશભાઇ મશરૂ, જયશ્રીબેન કેસરીયા, પરાગભાઇ કોઠારી વગેરે ખાસ ઉપસ્થિત રહી આ મહિલા આશ્રયમાં ફ્રીઝ, ઘરઘંટી, ટીવી, અનાજ ભરવાની કોઠી તેમજ અનાજ કરિયાણુ વગેરેની દાતાઓ મારફત જાહેરાતો કરવામાં આવેલ હતી.સેવાયજ્ઞને સફળ બનાવવા માટે અરવિંદભાઇ મારડીયા, શાંતાબેન બેસ, અલ્પેશભાઇ પરમાર, કમલેશભાઇ પંડયા, દેવીદાસભાઇ નેણસાણી, ડાયાભાઇ કોટક વગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા. મંડળને ખુલ્લુ મુકવામાં આવ્યુ તે તસ્વીર. (તસ્વીર :મુકેશ વાઘેલા,જૂનાગઢ)

(11:41 am IST)