Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઉપલેટાઃ મોગલ માતાજી વિશે ટીપ્પણી કરનારને પકડી પાડવા માગણી

ઉપલેટા તા.૧પઃ  લોકસાહીત્યકાર દેવરાજ ગઢવીએ જણાવેલ છે કે ચારણ ગઢવી સમાજના કુળદેવીશ્રી મોગલ માતાજી વિશે કોઇ વિકૃત મગજના હલકી વૃતિનાઓએ સોશ્યલ મિડીયામાં કરેલ ટિપ્પણીથી માત્ર ચારણ ગઢવી નહી પરંતુ સમસ્ત હિન્દુ સમાજનું અપમાન કરેલ છે.  વિકૃત મગજના નરાધમોને તાત્કાલીક પકડી યોગ્ય સજા કરવી જોઇએ એવી સમસ્ત હિન્દુ સમાજની માગણી અને લાગણી છે.

(11:34 am IST)