Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

તળાજા રામનગર સોસાયટીમાં પિવાના પાણીની મોકાણ

પાણીની તંગી બીજી તરફ પાઇપ લાઇન તૂટતા પ્રસાશનની બેદરકારીના ફોટાઓ સ્થાનિકોએ કર્યા વાયરલ

ભાવનગર તા. ૧પ :તળાજા નગર આમતો સમગ્ર સૌરાષ્ટ્રમાં પિવાના પાણીને લઇ સુખી નગર છે. પરંતુ સ્થાનિક લેવલે કરવી જોઇતી વ્યવસ્થામાંને લઇ પાલીકા ઉણી ઉતરી રહી છે તેને કારણે રામનગર સોસાના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. એક તરફ પાણીની અછત છે ત્યારે સવારે પાઇપલાઇનમાં ભંગાણ થતા આ વિસ્તારમાં કચવાટની લાગણી ફેલાઇ હતી.

તળાજાના રામનગર વિસ્તારના નગર સેવીકા રેખાબેન પંડયાના પુત્ર ભાવિક પંડયાના જણાવ્યા પ્રમાણે પોતાના વિસ્તારમાં વરસોથી પિવાના પાણીની સમસ્યા છે. પાલીકામાં રજુઆત કરવા છતા પાણી હલ થતો નથી.

રામનગર વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી પિવાના પાણીની સમસ્યામાં વધારો થયો છે.

પાણી ભારે સમસ્યા વચ્ચે આજે આ વિસ્તારમાં પાણી સપ્લાયની પાઇપ લાઇન તુટતા પાણી વહેવા લાગતા સ્થાનિક લોકોએ ફોટાઓ વાયરલ કર્યા હતા. કચવાટની લાગણી પ્રદર્શીત કરી હતી.

જો કે તૂટેલી લાઇનને તાત્કાલીક રીપેરીંગ કરવા માટે પણ પાલીકાએ પગલા લીધા હતા. (તસ્વીરઃ આનંદ રાજદેવ-તળાજા)

(11:34 am IST)