Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભચાઉમાં ઝડપાયેલા દારૂ પ્રકરણમાં પીઆઇ ગોઢાણીયા સહીત એલસીબી, આરઆરસેલના પોલીસ કર્મીઓ સસ્‍પેન્‍ડ, ૭ની બદલી

રેન્‍જ આઇજી પિયુષ પટેલ આકરા પાણીએ, ભચાઉ પીઆઇ એમ.આર.ગોઢાણીયા બીજી વખત દારૂ પ્રકરણમાં સસ્‍પેન્‍ડ, બુટલેગરોની વોચ

ભુજ તા.૧પ : આરઆરસેલ દ્વારા તાજેતરમાં જ ભચાઉના શિકરા પાસેથી ૩૪ લાખ પ૮ હજારના અંગ્રેજી દારૂના જથ્‍થા સહીત ૭પ લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્‍સોને ઝડપ્‍યા હતા.

આ પ્રકરણમાં કચ્‍છ બોર્ડર રેન્‍જ આઇજી પિયુષ પટેલે ભચાઉના પી.આઇ. એમ.આર. ગોઢાણીયા સહીત પ પોલીસ કર્મીઓને સસ્‍પેન્‍ડ કર્યા છે જયારે ૭ની બદલી કરી છે એક સાથે પાંચને સસ્‍પેન્‍ડ અને સાતની બદલીના આદેશ સમગ્ર કચ્‍છના પોલીસ બેડામાં ધાક બેસાડી છે. સસ્‍પેન્‍ડ કરાયેલા પોલીસ કર્મીઓ આ પ્રમાણે છે.

એમ.આર. ગોઢાણીયા (પીઆઇ ભચાઉ), જે.એમ.ચૌધરી (પીએસઆઇ) આમરડી પોસ્‍ટ) સુખરામ વિશ્રામ દવે (એએમઆઇ ભચાઉ ડી સ્‍ટાફ) રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા (અનાર્મ્‍ડ પોલીસ હેડ કોન્‍સે.) હરદેવસિંહ રાહુભા સરવૈયા (અનામ્‍ડ) પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ), ડી સ્‍ટાફને સસ્‍પેન્‍ડ કરાયા છે. જયારે બદલી કરાયેલા પોલીસ કર્મીઓ આ પ્રમાણેછે. મહમદ શબીર કુરેશી, (એએસઆઇ કંડલા) પ્રવીણસિંહ વીરસિંહ પલાશ (ગાંધીધામ એ ડીવી.) રાજકુમાર આહીર (રાપર), રમેશ મેણીયા (ખડીર) ભગીરથસિંહ જાડેજા (લાકડીયા) સામત બરાડીયા (રાપર) અને ઉપેન્‍દ્રસિંહ ઝાલા (ખડીર) બદલાવાયેલા પોલીસ કર્મીઓ પૂર્વ કચ્‍છ  એલસીબીમંનો એક ચારઆરસેલમાં ફરજ બજાવતો હતો.

પોલીસે બુટલેવરોની મોડસ ઓપરેન્‍ડીને ઝડપી પાડીને આ સફળતા મેળવી હતી શિકારા અને જંગીમાં માલ ઉતારનાર કુખ્‍યાત બુટલેગર દ્વારા પોલીસ ઉપર નજર રાખવા માટે ખાસ બાઇક પલ્‍ટન બનાવાઇ હતી જે ચિત્રોડથી ભચાઉના માર્ગે બાઇક ઉપરથી પોલીસ અને શંકાસ્‍પદ વાહનો ઉપર નજર રાખતાહતા.

૧પ જેટલા બાઇકસવાર યુવાનોને બુટલેગર દ્વારા તગડો પગાર અપાતો હતો. પોલીસે શિકરામાં જે વાડીમાં દારૂનુ કટીંગ કરાતુ હતું ત્‍યાંથી જમીનમાં દટાયેલુ કન્‍ટેનર શોધ્‍યું હતું જેમાં પણ દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

(11:13 am IST)