Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઢોલરા-પાળ વચ્‍ચે કારની ઠોકરે પાંચ વર્ષના બાળક સુનિલનું મોત

સારવાર દરમિયાન દમ તોડયોઃ ભીલ પરિવારે લાડકવાયો ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૫: લોધીકાના ઢોલરા ગામની સીમમાં ઝૂપડા બાંધીને રહેતાં મુળ મધ્‍યપ્રદેશના ભીલ પરિવારના પાંચ વર્ષના બાળકનું કારની ઠોકરે ચડી જતાં મોત નિપજ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ મુળ મધ્‍યપ્રદેશના જાંબુવાના જોગડીયાભાઇ ભીલ અને તેના પરિવારજનો ઢોલરા-પીપળીયા વચ્‍ચે સીમમાં ઝૂપડા બાંધીને રહે છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેનો પાંચ વર્ષનો પુત્ર સુનિલ ઝૂપડા પાસે રમતો-રમતો રોડ પર ચડી જતાં કોઇ કાર કે અન્‍ય વાહનનો ચાલક ઉલાળીને ભાગી જતાં આ બાળકને ગંભીર ઇજા થઇ હતી. ૧૦૮ મારફત તેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્‍નોતર અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી લોધીકા પોલીસને જાણ કરી હતી. બનાવથી મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:13 am IST)