Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કંસારા ઉત્‍કર્ષ સેવા સંસ્‍થાન દ્વારા રવિવારે અમદાવાદમાં કન્‍યા છાત્રાલયનું ઉદ્દઘાટન

આઝાદીના ૭૦ વર્ષ બાદ કંસારા સમાજ દ્વારા પ્રથમ કન્‍યા છાત્રાલયનું નિર્માણ : બેટી બચાવો-બેટી પઢાવો સુત્ર સાર્થકઃ કંસારા જ્ઞાતિની કન્‍યાઓને શૈક્ષણીક પ્રોત્‍સાહન

ધ્રોલ તા.૧પ : ગુજરાતમાં વસવાટ કરતી લગભગ ૧૮ર જ્ઞાતિઓના સમુહમાં સૌથી અલ્‍પ સંખ્‍યા ધરાવતો કંસારા સમાજ હજુ પણ શૈક્ષણીક ક્ષેત્રે પછાળ છે ગુજરાતની સાડા છ કરોડની જનસંખ્‍યા સામે કંસારા સમાજની જન સંખ્‍યા માત્ર ૬૦  થી ૬પ હજારની છે. એટલે કે ૦.૦૧ પસનટેજની છે. ત્‍યારે આ કંસારા સમાજ અન્‍ય સમાજોની સાથે સાથે કન્‍યા કેળવણીના ક્ષેત્રે પ્રગતી સાધી શકાય તેવા શુભ હેતુ સાથે તેમજ સરકારશ્રીની ‘‘બેટી બચાવો'' ‘‘બેટી પઢાવો''ના સુત્ર અનુસાર અમદાવાદ ખાતે કન્‍યા છાત્રાલયનો શુભારંભ કરી રહેલ છે.

શ્રી કંસારા ઉત્‍કર્ષ સેવા સંસ્‍થાનના ઉપક્રમે તા.૧૩ રોજ ડો.જીવરાજ મહેતા હોસ્‍પીટલ પાસે વાસણા ખાતે સવારે ૧૦ વાગ્‍યે કન્‍યા છાત્રાલયનો ઉદ્દઘાટન સમારંભ યોજવામાં આવેલ છે. સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં વસતા તમામ સમાજોએ કન્‍યા કેળવણી ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરીને તાલુકા મથકોએ છાત્રાલયો તથા શાળાઓ અને કોલેજો શરૂ કરીને કન્‍યાઓની કેળવણીના પ્રશ્ને અકલ્‍પનીય પ્રગતિ સાધી છે ત્‍યારે આઝાદીના ૭૦-૭૦ વાર્ષો પછી ગુજરાતના કંસારા સમાજ દ્વારા સર્વ પ્રથમ કન્‍યા છાત્રાલય શરૂ કરવાની શુભ શરૂઆત અમદાવાદ ખાતે કરવામાં આવી રહેલ છે. ત્‍યારે ગુજરાતમાં વસતા કંસારા જ્ઞાતિના કહેવાતા શ્રેષ્‍ઠીઓ તથા આગેવાનોએ સમાજની દીકરીઓ સમયની સાથે અન્‍ય સમાજોની દીકરીઓ સમકક્ષ બને તે માટે પ્રયત્‍નો કરવા જરૂરીયાત સમજીને સમાજ પ્રગતિની દીશાઓમાં પ્રયાણ કરે તે જરૂરી છે.

આ ઉદ્દઘાટન સમારંભ પ્રસંગે કંસારા સમાજના અગ્રણીઓ જગમોહનભાઇ ડી.લાલાણી-મુંબઇ, ગુણવંતભાઇ ડેલાવાળા-રાજકોટ, અનીરૂધ્‍ધભાઇ કંસારા-અમદાવાદ, મહેશભાઇ કંસારા-નવસારી, રમેશભાઇ કંસારા-સુરત, શરદભાઇ જરમરવાલા-સુરત, ચંદ્રકાન્‍તભાઇ પરમાર-રાજકોટ તથા રમેશભાઇ કંસારા- ભરૂચ હાજરી આપશે.

આ ઉદ્‌ઘાન સમારંભ પ્રસંગે કંસારા ઉત્‍કર્ષ સેવા સંસ્‍થાનના પ્રમુખ સુરેશભાઇ ગોરખીયાએ સમગ્ર કંસારા સમાજના આગેવાનોને આ કાર્યક્રમમમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રિકા પાઠવી હાજર રહીને પ્રોત્‍સાહીત કરવા અનુરોધ એક યાદીમાં કરેલ છે

(9:52 am IST)