Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ઈંગ્લીશ દારૂની બોટલ એક આરોપી ઝડપાયો

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ઈંગ્લીશ દારૂની બોટલ લઈને ફરતા એક ઈસમની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમય દરમિયાન કન્યા છાત્રાલય રૉડ ભવાની સોડા વાળી શેરીમાં આરોપી ભરતભાઈ અવચરભાઈ ડાભી રૂપિયા ૫૦૦ની કિંમતની એક વિદેશી દારૂની બોટલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે મુદામાલ જપ્ત કરીને પ્રોહી કલમ ૬૫-A-A,૧૧૬-B,મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:01 pm IST)